ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં વેન્ટિલેટર કેર હેઠળ કોરોના દર્દી સાજો થયો,  તબીબોએ ગર્વ સાથે ખુશી અનુભવી - કોરોના વાઇરસ વડોદરામાં

વડોદરામાં વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબોએ ગર્વ અને ખુશી અનુભવી હતી. અત્યાર સુધીમાં લગભગ 23 જેટલા કોરોના દર્દી સાજા થઈને ઘેર પહોંચી ચૂક્યા છે.

etv bharat
વડોદરા: વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબોએ ગર્વ અને ખુશી અનુભવી

By

Published : May 2, 2020, 10:56 PM IST

વડોદરા: ગોત્રી ખાતેની ખાસ કોવિડ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં શનિવારે અનેરા આનંદ અને મહેનત સાર્થક થયાની લાગણી ફરી વળી હતી. આમ તો અહીંની સારવારથી અત્યાર સુધીમાં લગભગ 23 જેટલા કોરોના દર્દી સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. શનિવારે પણ અરવિંદભાઈ પટણી સહિત ચાર સ્વસ્થ થયેલા દર્દીઓને રજા આપવામાં આવી હતી, પરંતુ એમાં અરવિંદભાઈને સાજા કરવાએ એક પડકાર હતો અને તબીબોએ પોતાના જ્ઞાન, કુશળતા અને નિષ્ઠાના બળે એમનું જીવન બચાવવામાં જંગ જીતી લીધી હતી.

વડોદરા: વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબોએ ગર્વ અને ખુશી અનુભવી

અરવિંદભાઈ 10મી એપ્રિલે દાખલ થયાં હતાં અને ત્રણ અઠવાડિયાની સઘન સારવાર પછી શનિવારે સાજા થઈને ઘોડીભેર હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે એમના ચહેરા પર ડોકટરોએ નવું જીવન આપ્યાની કૃતગ્યતાનો આનંદ વર્તાતો હતો. સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના તબીબ અને હાલ ગોત્રી ખાતે કાર્યરત ડો. સુકેતુએ ખુશીની લાગણી સાથે જણાવ્યું કે કોરોના પોઝિટિવમાં વેન્ટિલેટર હેઠળના દર્દીને બચાવવોએ ઘણું જ કપરું કામ છે. એટલે અરવિંદભાઈ સાજા થયાં એ અમારે માટે ગર્વની વાત છે. એમની સારવારમાંથી અમે શીખ્યા છે કે, ડેડીકેટલી સી સીન્સયરર્લી વિથ પેશન કામ કરો તો દર્દીને વેન્ટિલેટર પરથી બહાર લાવીને સાજો કરી શકાય છે. અમારી માટે વેન્ટિલેટર વાળું પેશન્ટ ઘરે જાય એ ઘણો મોટો વિજય છે.

વડોદરા: વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબોએ ગર્વ અને ખુશી અનુભવી

સયાજી હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના અને હાલમાં કોવિડ સારવાર સુવિધા ખાતે કાર્યરત ડો.અંકિતાએ જણાવ્યું કે વેન્ટિલેટર પરથી ક્રમશ રૂમ એર પર લાવી સઘન સારવાર આપવાનો મોટો પડકાર આ કેસમાં અમારી સામે હતો. એમના દરરોજ રિપોર્ટ કરાવવામાં આવતા એ પ્રમાણે દરરોજ સારવારમાં ફેરફાર કરવા અને એ પ્રમાણે વેન્ટિલેટરનું સેટિંગ કરવું એ ખૂબ ઝીણવટ માંગી લેનારું કપરું કામ હતું. અમે એ કરી શક્યા અને દર્દીને બચાવી શક્યા એનો આનંદ છે. અરવિંદભાઈએ એમની અમદાવાદ રહેતી પુત્રી સાથે ખૂબ લગાવ હોવાથી તબીબો એમને રોજ વોટ્સએપ દ્વારા વાત કરાવતા અને એ રીતે એમને સાંત્વના મળતી. એમના માટે રોજ ઘેરથી હાઈ પ્રોટીન ડાયેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શનિવારે એમના ઉપરાંત અશોક પટણી, નિલોફર પઠાણ અને માયાબહેન શર્માને સાજા થતાં રજા આપવામાં આવી હતી. ત્રણ દર્દી નાગરવાડાના અને એક સમાના હતાં. આમ, શનિવારના દિવસે કોવિડ કેર સેન્ટરમાં સાજા થયેલા 25 અને ગોત્રીના 4 મળીને કુલ 29 લોકો કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી મુક્ત થયાં હતાં.

બાઈટ: ડો. સુકેતુ

બાઈટ : ડો.અંકિતા પટેલ

ABOUT THE AUTHOR

...view details