- મતદારયાદી સુધારણા કાર્યક્રમ
- 13 જાન્યુઆરી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
- સવારે 10થી સાંજે 5 કલાકે જિલ્લાના મતદાનમથકો પર ઝુંબેશ ચાલશે
- ભારતીય ચૂંટણી પંચ દ્વારા ફોટોવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ
વડોદરા જિલ્લા મતદારયાદીની સુધારણાની તારીખ જાહેર, નવા મતદારોમાં ઉત્સાહ - Voter List
વડોદરા જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ફોટોવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2021ની લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં કરજણ સિવાયના વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે.
![વડોદરા જિલ્લા મતદારયાદીની સુધારણાની તારીખ જાહેર, નવા મતદારોમાં ઉત્સાહ વડોદરા જિલ્લા મતદારયાદીની સુધારણાની તારીખ જાહેર, નવા મતદારોમાં ઉત્સાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9809624-thumbnail-3x2-vadodara-matdan-gjc1004.jpg)
વડોદરા જિલ્લા મતદારયાદીની સુધારણાની તારીખ જાહેર, નવા મતદારોમાં ઉત્સાહ
વડોદરાઃ વડોદરા જિલ્લાના મતદારોએ ધ્યાન આપવા જોગ સમાચાર મળી રહ્યાં છે. આગામી 1 જાન્યુઆરી- 2021ની લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટે ખાસ ઝુંબેશ યોજાશે. વડોદરા જિલ્લાના કરજણ સિવાયના વિધાનસભા મત વિભાગોમાં 13 ડિસેમ્બરે ઝૂંબેશ યોજવામાં આવશે. જિલ્લાના તમામ મતદાનમથકો પર આગામી રવિવારે ખાસ ઝૂંબેશ યોજાશે. જેમાં મતદાતાઓ ફોર્મ મેળવીને પોતાનું ફોર્મ ભરીને પરત કરી શકશે. નવું નામ દાખલ કરવા પણ કાર્યવાહી થઈ શકશે.
- નવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો : આગામી ચૂંટણીઓમાં પ્રથમ મતદાન કરશે
જે તે વિસ્તારમાંથી નામ કમી કરાવી નવા વિસ્તારમાં નામ ઉમેરવું, નામ- સરનામામાં ક્ષતિ હોય તો તે દૂર કરી શકાશે. નામ ઉમેરવા માટે ફોર્મ નં.6, નામ કમી કરવા ફોર્મ નં.7, નામમાં સુધારાવધારા કરવા ફોર્મ નં.8 તથા વિધાનસભા વિસ્તારમાંથી અન્ય રહેણાંક વિસ્તારમાં નામ ઉમેરો કરવા, ફોર્મ નં. 8-ક ભરી શકાશે. ખાસ ઝુંબેશના દિવસે સવારે 10 થી સાંજે 5 સુધી મતદાનમથક ખાતે મતદાર યાદીમાં પોતાના નામની ખાતરી કરી શકાશે. ઓળખપત્ર હોવા છતાં મતદાર યાદીમાં પોતાનું નામ હોય તેમ માની ન શકાય. જેથી દરેકે મતદાર યાદીમાં નામની ચકાસણી કરાવી લેવા જણાવાયું છે.