વડોદરાઃ જિલ્લાના પાદરા આરોગ્ય વિભાગના અધિકારી વિમલ સિહનાં જણાવ્યા મુજબ પાદરા તાલુકાના નરસિહ પુરા ગામના સીમ વિસ્તારમાં 22 વર્ષના યુવાન દિવ્યાંગ છે. તેના પરિવારજનોનાં જણાવ્યા મુજબ તે ક્યાંય ઘરની બહાર નીકળ્યો ન હતો. પરંતુ વડુ ખાતે સરકારી હોસ્પિટલમાં ગયો હતો. તે સિવાય ક્યાંય ગયો નથી. તેને વડોદરા ગોત્રી ખાતે કોરોના વોર્ડમાં દાખલ કરેલ છે.
પાદરા તાલુકાના નરસિંહપુરા ગામમાં દિવ્યાંગ યુવાનને કોરોના - ગામડાઓમાં કોરોનાનો પ્રવેશ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામડાઓમાં કોરોનાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. જે પહેલા ચોકારી બાદ પાદરા અને મોભારોડ હવે નરસિંહ પુરામાં પોઝિટિવ કેસ આવ્યો છે.
વડોદરા પાદરા તાલુકાના નરસિંહપુરા ગામમાં દિવ્યાંગ યુવાનને કોરોના ચેપ લાગ્યો
આરોગ્ય વિભાગ અને પોલીસ પીઆઇ એસ. ડી. ધોબી સહિતના સ્થળે પહોંચીને દર્દીનાં ઘરની આસપાસનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ કરી સીલ કરવાની વ્યવસ્થા વડુ પોલીસ દ્વારા થઈ રહી છે. પરિવાર જનોને ક્વોરન્ટાઈન કરવાની તજવીત હાથ ધરાઈ છે.