ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ એકસેસિબલ ચૂંટણી અંગે યોજી ઓનલાઈન બેઠક - વડોદરાના તાજા સમાચાર

ભારત દેશના ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગજન અને covid 19ના શંકાસ્પદ અને પ્રભાવિત કક્ષામાં સમાવિષ્ટ ગેરહાજર મતદારોને મતદાન કરવાની શક્ય તેટલી સરળતા કરી આપવા એક્સેસીબલ ઈલેક્શન સુગમ ચુંટણીઓની વિભાવના હેઠળ કેટલાંક માર્ગદર્શનો જાહેર કર્યા છે. તેમાં હાલના કોરોના સંકટને અનુલક્ષીને કોવિડ દર્દીઓને ટપાલ મતદાનની સુવિધા આપવાની બાબત ઉમેરવામાં આવી છે.

વડોદરા
વડોદરા

By

Published : Oct 1, 2020, 10:33 PM IST

વડોદરા: દેશના ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગજન અને covid 19ના શંકાસ્પદ અને પ્રભાવિત કક્ષામાં સમાવિષ્ટ ગેરહાજર મતદારોને મતદાન કરવાની શક્ય તેટલી સરળતા કરી આપવા એક્સેસીબલ ઈલેક્શન સુગમ ચુંટણીઓની વિભાવના હેઠળ કેટલાંક માર્ગદર્શનો જાહેર કર્યા છે. તેમાં હાલના કોરોના સંકટને અનુલક્ષીને કોવિડ દર્દીઓને ટપાલ મતદાનની સુવિધા આપવાની બાબત ઉમેરવામાં આવી છે.

વડોદરા જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે 147 કરજણ બેઠકની વિધાનસભા પેટા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને એક્સેસિબલ શ્રેણીના મતદારોને મતદાનની સરળતા કરી આપવા ઓનલાઇન બેઠક યોજીને સંબંધિત અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ શ્રેણીમાં ખાસ કરીને અંધ અને અશક્ત દિવ્યાંગ મતદારો, 80થી વધુ ઉંમરના મતદારો અને કોરોના પીડિત મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે આ લોકોને મતદાન કરવામાં સરળતા રહે અને એમનો મતાધિકાર સચવાય તે માટે કોરોનાના દર્દીઓને ટપાલ મતદાનની સુવિધા સહિત જરૂરી વ્યવસ્થાઓ કરવાની ગાઈડલાઈન બનાવી છે.

જીલ્લા ચુંટણી અધિકારીએ તેની રૂપરેખા આપવાની સાથે આ લોકો મતદાન સહેલાઇથી કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થાના અનુસંધાને સંબંધિત અધિકારીઓને સચોટ પૂર્વ તૈયારી કરવા, વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરવા સૂચના આપી હતી. વધુમાં વધુ મતદારો મતદાન કરી શકે તે હેતુ માટે તમામ પ્રયત્નો કરવા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે તેમ જીલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.તેમજ અપંગ મંડળ , મૂક બધિર મંડળ અને પ્રજ્ઞાચક્ષુના અંધજન મંડળના પ્રતિનિધિઓને પણ ઓનલાઇન મિટિંગમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓના સલાહ સૂચનો પણ આવકાર્ય છે. જે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચનાઓ જીલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી .આ બેઠકમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી, એકસેસીબલ ઇલેક્શનના નોડલ અધિકાર, સમાજ સુરક્ષા અધિકારી અને અન્ય સંબંધિત અધિકારીઓ જોડાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details