વડોદરા: જિલ્લા કલેક્ટરે રાજ્ય સ્થાપના દિવસે કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને લોકોને કોરોના સંકટ સામે લડવામાં મદદરૂપ થાય એવા ગુજરાત ગૌરવ સંકલ્પો લેવા અનુરોધ કર્યો હતો. જેને અનુલક્ષીને અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરીને વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે તેમના કાર્યાલયમાં સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતાં.
ગુજરાત સ્થાપના દિવસે વડોદરા કલેક્ટરે કોરોના મુક્તિના સંકલ્પ ગ્રહણ કર્યા - રાજ્ય સ્થાપના દિવસે કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા
સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે રાજ્ય સ્થાપના દિવસે વડોદરા જિલ્લા કલેક્ટરે કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતાં.

વડોદરા જિલ્લા કલેક્ટરે રાજ્ય સ્થાપના દિવસે કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા
વડોદરા જિલ્લા કલેક્ટરે રાજ્ય સ્થાપના દિવસે કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા
આ સંકલ્પોમાં.....હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી, દો ગજ દૂરીનો નિયમ પાળીશ, દિવસ દરમિયાન વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.