વડોદરા: દશમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા દશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમને રાજ્યને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માન પત્રથી નવાઝવામાં આવ્યા હતા.
વડોદરા કલેક્ટરનું રાજ્યપાલના હસ્તે ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન
દશમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલનું શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે મતદાતા દિવસને લઇને કલેક્ટરનું બહુમાન કરાયુ હતું.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, ચૂંટણીએ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઇ મતદાન કરાવવું, મત ગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક, સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચુસ્ત પાલનને આધીન પ્રક્રિયા છે. રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે.
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણી પંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.