ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કલેક્ટરે વરસાદની પરિસ્થિતિ અંગે યોજી પત્રકાર પરિષદ

વડોદરાઃ સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદની પરિસ્થિતિ અંગે વડોદરા કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી.

press conference

By

Published : Aug 10, 2019, 4:54 PM IST

આ પત્રકાર પરિષદમાં આજવા ડેમ અને વિશ્વામિત્રી નદીમાં હાલ પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, શનિવારે સવારથી વરસાદ હોવાથી શહેરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે. આજવા સરોવરની સપાટી 212.55 છે અને વિશ્વામિત્રીનું પાણી લેવલ 28 ફૂટ છે. જો કે, વિશ્વામિત્રીમાં પાણી આવતું હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તરોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, ફૂડ પેક્ટ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ

જ્યારે શુક્રવાર રાત્રીથી અત્યાર સુધી 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સાથે જ વડોદરા જિલ્લામાં પણ વરસાદી પરિસ્થિતિ અંગે ડભોઇમાં 1800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details