વડોદરા: દેશભરમાં કોરોનાનો વ્યાપ વધવા માંડ્યો છે. નાગરિકો કોરોનાના ભયના ઓથા હેઠળ જીવન ગુજારવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકાઓમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાનાઓમાં ડોકટરો હાજર નહીં રહેતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીએ આરોગ્યપ્રધાનને આવેદનપત્ર આપ્યું
વડોદરા જિલ્લાના ડેસર અને સાવલી તાલુકાના સરકારી દવાખાનાઓમાં ફરજ પર ડોકટરો હાજર ન રહેતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા બાબતે જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટર મારફતે આરોગ્યપ્રધાનને આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીએ આરોગ્યપ્રધાનને આવેદનપત્ર આપ્યું
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ જયેશ સંગાડાની આગેવાનીમાં કાર્યકરો ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર મારફતે રાજ્યના આરોગ્યપ્રધાનને આવેદનપત્ર આપી સાવલી અને ડેસર તાલુકાના તમામ દવાખાનાઓમાં 24 કલાક ડોક્ટરને હાજર રહેવા માંગ કરી હતી. તેમજ જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.