ગુજરાત

gujarat

Jignesh Mevani: દલિત પરિવારે અત્યાચાર અંગે જનમંચ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીને કરી રજૂઆત, નોંધાઈ પોલીસ ફરિયાદ

By

Published : Jun 12, 2023, 3:52 PM IST

વડોદરામાં દલિત પરિવાર અત્યાચાર અંગે જનમંચ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યના અલ્ટીમેટમ સામે પોલીસે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ ધરણાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

દલિત પરિવારે અત્યાચાર અંગે જનમંચ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીને રજુઆત: ધારાસભ્યના અલ્ટીમેટમ સામે પોલીસે ફરિયાદ નોંધાઈ : ધરણાં કાર્યક્રમ રદ
દલિત પરિવારે અત્યાચાર અંગે જનમંચ કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીને રજુઆત: ધારાસભ્યના અલ્ટીમેટમ સામે પોલીસે ફરિયાદ નોંધાઈ : ધરણાં કાર્યક્રમ રદ

વડોદરા:શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ગત રોજ કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા. આ દરમિયાન શહેરના રણોલીમાં રહેતા દલિત પરિવાર દ્વારા કેટલાક વ્યક્તિ દ્વારા હેરાનગતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ લેતી નથી તે અંગે રજૂઆત કરી હતી.

ધરણાં કાર્યક્રમ મોકૂફ:જીજ્ઞેશ મેવાણીએ આ સમયે પોલીસને ચીમકી આપી હતી. આ ઘટનામાં ફરિયાદ દાખલ કરો, નહીંતર હું પોલીસ કમિશનર નિવાસ્થાને અથવા તેમની કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ચીમકી ગણતરીના કલાકોમાં શહેરના જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી કોંગ્રેસના ધારાસભ્ય પોલીસ કમિશનર ધરણાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

શુ હતો સમગ્ર મામલો: આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં રણોલી ગામના ગાંધી ફળિયામાં રહેતા વિધવા મહિલા જયાબેન જગદીશભાઇ પરમાર નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2016માં મારા પતિનું મૃત્યુ થયું હતું. પરિવારમાં પુત્ર અને દીકરી સાથે રાહુ છું. ગત 9 જૂનના રોજ રાત્રે જય પટેલ ઉર્ફે ડોન્કી અમારા ઘરે આવ્યો હતો અને દરવાજો ખખડાવી બૂમો પાડવા લાગ્યો હતો. મેં દરવાજો ખોલતા ઉશ્કેરાઇ ગયો હતો. મને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને મને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. દીકરા વિશે પૂછી ન હોય તો તેની મતાને ઉઠાવી લો. સાથે આ ઘર કોનું છે. આ ઘર ખાલી કરાવી દો નહીંતર હું સામાન નીચે ફેંકી દઈશ. તેમ કહીને જતા જાતિ વિષયક અપશબ્દો બોલી ત્યાંથી જતા રહ્યા હતા.

"આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તેની તપાસ મને સોંપવામાં આવી છે. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે અને ફરિયાદ અનુસંધાને જે કઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે તે કરીશું"-- આર ડી કવા (એસીપી)

ત્રણ સામે ફરિયાદ નોંધાઈ: દીકરા સાથે થયેલ તકરાર ને લઈ મિત્રને કોલ કરતા મિતેશે ઘરે આવ્યો હતો. અને નાસ્તાનો સામાન લેવા માટે ખોડીયાર કાઠીયાવાડી હોટલ પાસે આવેલ પાનના ગલ્લા પર ગયેલો, ત્યારે મારી સાથે જય પટેલ અને જલા પટેલના સાળાએ મારી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. હું ત્યાંથી નીકળીને વેરાઈ માતાના મંદિર પાસે બેઠો હતો. તે સમયે મારી પાછળ જય પટેલ અને જલા પટેલ અને તેનો સાળો આવીને મારી સાથે મારામારી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે જય પટેલ મને જાતિ વિષયક અપશબ્દો બોલી મને ગંદી ગાળો બોલ્યો હતો. આ મામલે જય પટેલ ઉર્ફે ડોન્કી, જલા પટેલ અને તેના સાળા સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

  1. જિગ્નેશ મેવાણી એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં, આજે જામીન પર સુનાવણીની શક્યતા
  2. જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારના બજેટને શા માટે ગૌતમ અદાણી માટેનું બજેટ ગણાવ્યું!, જાણો...

ABOUT THE AUTHOR

...view details