વડોદરાઃડભોઈ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ પ્રેમી યુવક સાથે ઝડપાયા વિવાદ સર્જાયો હતો. આ મહિલા કોન્સ્ટેબલ 6 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી એકાએક ગુમ થયા હતા. આ અંગે તેમના પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ડભોઈ પોલીસ સ્ટેશનના PI એસ. જે. વાઘેલાએ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી. તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી પ્રેમી યુવક સાથે ઝડપાયાં હતાં. ત્યારે હવે આ મામલે SP રોહન આનંદે તાત્કાલિક ધોરણે મહિલા કોન્સ્ટેબલની ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખી છે.
આ પણ વાંચોVadodara News: મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા
ગુમ થયાં બાદ મામલો ગરમાયો હતોઃઆ મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાની જાણ થતાં જ પોલીસે તેમની તપાસ શરૂ કરી હતી. પોલીસે તેમના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેક કરતાં તેમનું લોકેશન મહારાષ્ટ્રમાં જણાયું હતું. એટલે એક ટીમ મહારાષ્ટ્ર માટે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી આ બંને વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા. છેવટે આ બંનેનું કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતાં. પરંતુ આ પોલીસકર્મીના કારણે આ મામલો ઘણો ગરમાયો હતો અને ચર્ચાનાં ચકડોળે ચડયો હતો.