વડોદરા:સમગ્ર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આવનાર સંભવિત આપદાને પોહચી વળવા વહીવટી તંત્ર કોઈ પણ કચાસ ન રહે તે માટે તમામ રીતે અલર્ટ થયું છે. કચ્છ સહિત છ જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે, ત્યારે વડોદરાના જરોદ NDRF 6 બટાલિયનની કુલ 12 ટીમો સાથે ગાંધીનગરની 06 સહિત કુલ 18 ટીમો હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપતાની શરૂઆત થઈ ગઈ છે.
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ, NDRF 6 બટાલિયનની કુલ 18 ટીમ તૈનાત - Vadodara Cyclone Biparjoy
બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ મોર્ડમાં જોવા મળી રહ્યું છે. લોકોની સુરક્ષાને લઇને તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં NDRF 6 બટાલિયનની કુલ 18 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
![Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ, NDRF 6 બટાલિયનની કુલ 18 ટીમ તૈનાત Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર અલર્ટ, NDRF 6 બટાલિયનની કુલ 18 ટીમ તૈનાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18740927-thumbnail-16x9-k-aspera.jpg)
NDRF6 બટાલિયન દેવદૂત બનશે:કહેવાય છે કે જ્યારે કોઈ પણ કુદરતી અપત્તિ હોય કે માનવ સર્જીત અપત્તિ સમયે હંમેશા દેશના લોકોની સેવામાં રહેનાર તમામ સેનાના જવાનો માત્ર પરિવારની નહીં પરંતુ દેશના એક એક નાગરિકની રક્ષાની જવાબદારી સાંભળતા હોય છે. ત્યારે હાલમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતને ગમરોડે તે પૂર્વે આર્મી, નેવી, એરફોર્સ, NDRF, SDRF સહિતની ટીમો કાર્યરત થઇ છે. શહેર નજીક આવેલ રાજ્યનું સૌથી મોટું NDRF સેન્ટર જરોદ ખાતેથી NDRF 6 બટાલિયનની 12 અને ગાંધીનગરની 06 મળી કુલ 18 ટીમ રાજ્યના અલગ અલગ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે વધુ સ્થિતિ વણસે તો SDRF ની પણ 17 ટીમો તૈયાર રાખવામાં આવી છે.
અન્ય 05 NDRF 6 BN રવાના:રાજ્યમાં આવનાર બિપરજોય વાવાઝોડાની અપત્તિને પોહચી વળવા માટે વધારાની NDRFની ટીમો રવાના કરવામાં આવી છે. આ ટીમોમાં 2 ટીમ વડોદરા જરોદ ખાતેથી રાજકોટ મોકલવામાં આવી છે. તો 3 ટીમ ગાંધીનગરથી મોકલવામાં આવી છે જેમાં 1 ટીમ દેવભૂમિ દ્વારકા અને અન્ય 2 ટીમ કચ્છ માટે મોકલવામાં આવી છે. NDRF 6 બટાલિયનની અત્યાર સુધીમાં કુલ 18 ટીમ તૈનાત કરવામાં આવી છે. NDRFની એક ટીમમાં 25 જવાનો હોય છે જે તમામ સાધન સામગ્રીથી સૂસજ્જ હોય છે. તેઓ પાસે વરસાદ અને સંકટ સમયે પોહચી વળવા અત્યાધુનિક સાધનોથી સુસજ્જ હોય જે અને નાગરિકોની રક્ષા માટે કાર્યરત છે.
કચ્છ 04 ટીમ
જામનગર 02 ટીમ
મોરબી 01 ટીમ
રાજકોટ 03 ટીમ
દે.દ્વારકા 03 ટીમ
પોરબંદર 01 ટીમ
સોમનાથ 01 ટીમ
વલસાડ 01 ટીમ
જૂનાગઢ 01 ટીમ
દિવ 01 ટીમ
તમામ રેસ્ક્યુ ટીમોની તૈનાતી:આ સાથે રાજ્યમાં મંડરાઈ રહેલું બિપરજોય વાવાઝોડાના સંકટને લઈ વહીવટી તંત્ર પણ કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે કામે લાગી ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. તો કેટલાક જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ નાગરિકને કોઈ પણ મુશ્કેલી ન સર્જાય. આવનારા આપદાને પહોંચી વળવા માટે ગુજરાતની તમામ રેસ્ક્યુટીમો હાલમાં રાજ્યના વિવિધ દરિયા કાંઠે તૈનાત જોવા મળી રહી છે. સાથે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે અને લોકોને સ્થળાંતર કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.