વડોદરા: ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં પણ જળચર પ્રાણીઓ દેખા--દેતાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવી જ એક ઘટના કરજણના વિરજય ગામે બની હતી. આ ગામના સરપંચના ખેતરમાં એક મહાકાય મગરે દેખા-દીધી હતી. જેથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વડોદરાઃ વિરજય ગામના ખેતરમાં આવ્યો મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યૂ - કરજણમાં મગર દેખાયો
કરજણ તાલુકાના વિરજય ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મગર દેખાયો હતો. જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. મગર અંગેની માહિતી વન વિભાગને થતાં વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
વિરજય ગામના ખેતરમાં આવ્યો મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યૂ
મગર દેખાતાં ગ્રામજનો દ્વારા તાત્કાલિક કરજણ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.