ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક - ટેમ્પાચાલક

વડોદરા નજીક એક ટેમ્પામાં લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો હતો. ભારતીય બનાવટનો વિદેશી દારુ વડોદરા ગ્રામ્ય એલસીબી પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ઝડપાયો હતો.

Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક
Vadodara Crime : લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ ઝડપાયો, પોલીસને જોઇ છૂ થઇ ગયો ટેમ્પાચાલક

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 8:27 PM IST

પોલીસને જોઇને છૂમંતર થઇ ગયો ટેમ્પોચાલક

વડોદરા : ગાંઘીના ગુજરાતમાં દારુબંધી હોવાં છતાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થાની રેલમછેલ જોવા મળે છે. વડોદરા પણ તેમાંથી બાકાત નથી. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા દારુનો જથ્થો પકડવામાં આવ્યો છે. મંજૂસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન વડોદરાથી અમદાવાદ તરફ જતા ટેમ્પા ડ્રાઇવરે દૂરથી પોલીસ જોઇ લેતાં તેને વાહન દૂર રોડની બાજુમાં જ ઉભું કરી નાસી છૂટ્યો હતો.

સમગ્ર જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વડોદરા નજીકથી એક‌ શંકાસ્પદ કેમ્પો જણાતા તેની તલાસી લીધી હતી. જેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જણાઈ આવ્યો હતો. પરંતુ અમારી આ કામગીરી જોતાં ટેમ્પા ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી આગળની વધુ તપાસ હાથ ધરી છે...કૃણાલ પટેલ ( વડોદરા જિલ્લા એલસીબી )

લોટની બેગોની આડમાં લઈ જવાતો લાખો રુપિયાનો દારુ : પોલીસની ટીમને આ ટેમ્પો શંકાસ્પદ જણાતાં ટેમ્પાની નજીક જઈ તપાસ કરતા કોઇ પણ વ્યક્તિ મળી આવ્યો ન હતો. ટેમ્પામાં શંકાસ્પદ મુદ્દામાલ હોવાની આશંકાએ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તેવામાં ટેમ્પાના પાછળ બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતા લોટની બેગો વચ્ચે જુદા જુદા માર્કા વાળી ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલી પેટીઓ જણાઈ આવી હતી. જેથી પોલીસે વધુ તપાસ શરૂ કરતાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડયો હતો.

કુલ 33.37 લાખનો મુદ્દામાલ જપ્ત : વડોદરા ગ્રામ્ય LCBએ વડોદરા નજીકથી એક શંકાસ્પદ ટેમ્પામાં રુપિયા 21.76 લાખના વિદેશી દારુ સહિત કુલ મળીને રુપિયા 33.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પાને મૂકીને ભાગી જનાર ચાલક, તેમજ આ વિદેશી દારુનો જથ્થો ભરાવીને મોકલનાર તથા આ દારુનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી પોલીસ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઇસમોમાં ફફડાટ :પોલીસ ગુનાહિત પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી આરંભી દીધી છે. ત્યારે વડોદરા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓના કેસ પણ વધતાં જતાં પોલીસની આ કડક કાર્યવાહીએ આવા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

  1. Drunk and drive case: વડોદરામાં દારુ પીને કારથી ટક્કર માર્યા બાદ યુવતીએ પોલીસ કર્મીને થપ્પડ મારી, ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  2. Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત
  3. Vadodara News: વડોદરામાં નશામાં ધૂત મહિલાએ પોલીસ સાથે કરેલી તકરારમાં આવ્યો નવો વળાંક

ABOUT THE AUTHOR

...view details