વડોદરાઃહોળી-ધૂળેટીનું પર્વ મધ્ય ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો તો, પરંતુ આ તહેવારની સાથે સાથે ડભોઈ તાલુકાનાં નડા ગામે હત્યાની ઘટના સામે આવી હતી. અહીં અંગત અદાવતમાં વ્યક્તિગત વેર વસૂલવા આરોપીઓએ એક યુવકની હત્યા કરી નાખી હતી. ત્યારે પોલીસે આ મામલે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
આ પણ વાંચોઃVadodara Crime : અજાણ્યા શખ્સે મહિલા પર પથ્થર વડે હુમલો કરી રહેંસી નાખી, જૂઓ CCTV
ત્રણ હત્યારાઓની ધડપકડઃનડા ગામમાં રહેતા 34 વર્ષીય રામજી મણીલાલ પરમાર 9 માર્ચે સવારે 7.30 વાગ્યાની આસપાસ ગોચરની જગ્યામાં હતા. તે દરમિયાન કેટલાક ઈસમોએ તેમને ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યા કરી નાખી હતી. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પૂછપરછમાં થયા ખુલાસાઃ ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી હતી. આ ટીમના માણસોએ નડા ગામમાં જિલ્લા બહારથી આવેલા મજૂરોના પડાવો ચેક કરી બનાવ સંદર્ભે સઘન પૂછપરછ હાથ ધરી હતી. તેમ જ નડા ગામના લોકોને બનાવ સંદર્ભે વધુ પૂછપરછ તથા હ્યુમન સોશિયલ્સની તપાસ કરતા માહિતી મળી હતી કે, આ મૃતક રામજીભાઈ મણીલાલ પરમાર તથા તેમના મિત્રો વિજય ઉર્ફે નટુ વણકર, અલ્પેશ ગુડિયા પા.વા., વિપિન ઉર્ફે કાળિયો કાંતિ તડવી આ ત્રણેયની મૃતક સાથે મિત્રતા હતી. આ ત્રણેય લોકો સાથે બેઠક થઈ હતી.
ધૂળેટીના દિવસે થઈ હતી બબાલઃ જોકે, ધૂળેટીના દિવસે આ ત્રણેય મિત્રો રાતે સાથે હતા. આ ત્રણેયની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક અને આ ત્રણેય મિત્રો વચ્ચે ધૂળેટીની રાત્રિના સમય દરમિયાન બોલાચાલી થઈ હતી. તેના કારણે અલ્પેશ ગુડિયા ભાઈ પા.વા જેમણે ઉશ્કેરાઈને પથ્થર વડે મૃતકને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ મૃતક જમીન પર પડી ગયા હતા. ને વિજય ઉર્ફે નટુ વણકરે પણ મૃતકને ગંભીર ઈજાા પહોંચાડી હતી. તે જ સમયે વિપીન કાળિયો, કાંતિ તડવી જે આ લોકોની મદદમાં સામેલ હતો તેવું પણ જાણવા મળ્યું છે, જેથી આ ત્રણેય વ્યક્તિઓને એરેસ્ટ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાત્રિ દરમિયાન રામજીભાઈ પરત ન થતાં પરિવારજનો ચિંતાતૂર બન્યા હતાઃધૂળેટીના રાત્રિના સમય દરમિયાન મૃતક રામજીભાઈ ઘરે પરત ફર્યા નહતા, જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બીજા દિવસે વહેલી સવારે ગામની સીમમાં આવેલા ઝાડી ઝાખરાંમાથી તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. એટલે પરિવારના લોકોને આઘાત લાગ્યો અને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. તેમ જ પરિવારજનોએ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બનાવના સંદર્ભે ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
આ પણ વાંચોઃMahisagar Crime : પ્રેમીની હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો, પ્રેમીકાએ છલાગ લગાવી જીવન ટુકાવ્યું
હત્યા કરાઈ હોવાનું અનુમાન સાચું નીકળ્યુંઃઆ ઘટના બની ત્યારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને ચર્ચા ચાલતી હતી કે, મૃતક રામજીભાઈની અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી છે. જે છેવટે પોલીસ તપાસમાં સાચું ઠર્યું હતું. પોલીસે ખૂબ જ ટૂંકા સમયમાં આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ બનાવમાં સામેલ 3 ઈસમોને ઝડપી પાડી જેલનાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતાં અને તેઓની વધુ પુછપરછ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોવું એ રહયું કે, આ ઝડપાયેલા આ ત્રણેય ઈસમોની વધુ પૂછતાછમાં બીજા કોઈ રહસ્યો ખુલે છે ક નહીં.