ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું - લગ્નની લાલચ

વડોદરાના પાદરામાં પરણિત યુવક દ્વારા સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ (Rape Case of Minor Girl in Padra)આચરાયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પાદરા પોલીસમાં આરોપી યુવક વિરુદ્ધ પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Vadodara Crime : પાદરામાં સગીરા પર દુષ્કર્મ આચરતો યુવક, પોકસો હેઠળ ફરિયાદ દાખલ
Vadodara Crime : પાદરામાં સગીરા પર દુષ્કર્મ આચરતો યુવક, પોકસો હેઠળ ફરિયાદ દાખલ

By

Published : Jan 24, 2023, 6:46 PM IST

સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું

વડોદરા : વડોદરાના પાદરામાં પરણિત યુવક દ્વારા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આરોપી યુવક વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની વિગત જોઇએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં છેલ્લા 13 માસ દરમિયાન અવારનવાર સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી યુવાન પરિણીત છે અને તેણે આવું બદકામ આચર્યું હતું. પરિણીત હવસખોર સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પાદરા પોલીસે પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હવસખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પરણિત યુવાનના હવસખોર કાવતરાંથી ભારે ચકચાર મચી :પાદરા તાલુકાના ખંડેરાવપુરા ગામમાં રહેતા 30 વર્ષીય યુવાન ભાવેશ રણછોડભાઈ જાદવ જેવો 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. જે દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો Surat crime news: 9 વર્ષની બાળકી પિંખાતા બચી ગઈ, દુકાનદારની સતર્કતાના કારણે બાળકી હવસખોરના ચુગલમાંથી ફસાતા રહી ગઇ

સગીરાને વારંવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ :પાદરા તાલુકાના રહેતા ભાવેશભાઈ રણછોડભાઈ જાદવે 17 વર્ષીય સગીરાને એકથી વધુ વખત લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પરિવારજનોએ ખંડેરાવપુરા ગામના ભાવેશ જાદવભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી સમગ્ર પાદરા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.. પાદરા પંથકની અંદર વારંવાર આવા બનાવો બહાર આવતા હોય છે. જેને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે.

દુષ્કર્મ આચારનાર ભાવેશ જાદવ પરણિત :સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી યુવક ભાવેશ જાદવ સામે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશ જાદવ પરિણીત હોવાનું બહાર આવ્યું હતું. થોડાક દિવસો અગાઉ જ પાદરા પંથકમાં જ એક ઘોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીની શિક્ષકે છેડતી કરવાનો બનાવ પણ બહાર આવ્યો હતો.જયારે સમગ્ર શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો Crime news: ધોરણ 12ની વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવી 3 યુવકોએ આચર્યું દુષ્કર્મ

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં : પાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપી ભાવેશ જાદવ વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પાદરા પોલીસે આ હવસખોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. પાદરા પંથકમાં ચાલતી ચર્ચાઓ મુજબ પાદરા પોલીસે પણ આવા હવસખોરોને પકડી કડક કાર્યવાહી આરંભે તેવા પગલાં લેવા જોઈએ જેથી નગરમાં મહિલાઓ સુરક્ષિત રહી શકે.

ABOUT THE AUTHOR

...view details