ગુજરાત

gujarat

Vadodara Crime News : વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઘાતક હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

By

Published : Mar 11, 2023, 6:57 PM IST

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે જરોદ પોલીસમથક વિસ્તારમાંથી પિસ્તોલ જેવા ઘાતક હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને યુવક મધ્યપ્રદેશના ઉજ્જૈનના હોવાનું બહાર આવ્યું છે. આ યુવકો હાથબનાવટની બે પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાતાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Vadodara Crime News : વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઘાતક હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
Vadodara Crime News : વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઘાતક હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

આ બંને ઇસમોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે

વડોદરા : શહેર તથા ગ્રામ વિસ્તારમાં ચાલી રહેલી અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે. શહેરમાં પ્રવેશતા નશાયુક્ત પદાર્થ હોય કે પછી કાયદો અને પરિસ્થિતિ બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત રોજ વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન કારમાં આવી રહેલ મધ્યપ્રદેશના બે ઇસમોને દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બંને ઇસમો પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ બે નંગ મળી હતી

બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા : વડોદરા શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગેરકાયદેસર હથિયારની હેરાફેરી પ્રવૃત્તિને ડામવા અને આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહને ઝડપી પાડવા જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવે છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડોદરા થી હાલોલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીનઆ આધારે એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં બે ઈસમો ગેરકાયદેસર હથિયાર લઈને જરોદથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આમલીયા જીઇબી પાસે વોચ ગોઠવી તપાસ કરતા તેમાંથી બે ઇસમો મળી આવ્યા હતા. એલસીબી દ્વારા વધુ તપાસ કરતા આ બંને ઈસમો પાસેથી બે દેશી હાથ બનાવટી પિસ્તોલ મળી આવી હતી. સાથે જ ચાર જીવતા કારતુસ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને ઇસમોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો Vadodara News : અમરેશ્વર ગામમાં દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની સજા, પોકસો એક્ટના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ : ઝડપાયેલ બંને ઈસમોમાં 1) અંતરસિંહ ભવાનસિંહ રાઠોડ ( ઉંમર વર્ષ 28,રહે ગામ હીંડી, તાલુકો નાગદા, જિલ્લો ઉજ્જૈન મધ્ય પ્રદેશ).2) આસિફખાન શેરૂખાન પઠાણ (ઉંમર વર્ષ 23, રહે ગામ હીંડી, તાલુકો નાગદ જીલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશ)ના હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ બંને ઇસમો પાસેથી દેશી હાથ બનાવટી પિસ્તોલ બે નંગ જેની કિંમત 50,000 તથા જીવતા કારતુસ ચાર નંગ જેની કિંમત 400 રૂપિયા તથા મોબાઇલ ,રોકડ અને મારુતિ કાર મળી કુલ 3,63,400 નો મુદ્દામાલ કબ્જે કરી જરોદ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Vadodara Crime News : વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

રિમાન્ડ માટે રાજુ કરવામાં આવશે: આ અંગે એલસીબી પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં આ બંને ઈસમોને ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને આ બંને ઇસમોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ત્યારબાદ આ બંને ઇસામો કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા કે કેમ? તેઓ શા માટે પિસ્તોલ લઈ ફરી રહ્યા હતા? ગુજરાતમાં શા માટે આવ્યા હતા? જેવી તમામ વિગતો રીમાંડ બાદ ખુલી શકે છે.

ABOUT THE AUTHOR

...view details