વડોદરા: સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ વિભાગ દ્વારા મુહિમ ચાવવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર શહેરમાં વ્યાજખોર ના ત્રાસથી નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. ગત રોજ સાંજના સુમારે L&T નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીએ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેઓએ સુસાઇડ નોટમાં કંપનીના સુપરવાઈઝર સહિત 4 લોકો 10 ટકા વ્યાજે પૈસા લેતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેઓ ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટના આધારે બપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:શહેરના આજવા રોડ કમલનગર તળાવ પાસે આવેલ મારુતિ હાઇટ્સમાં રહેતા યોગેશભાઈ સંતોષભાઈ પવાર પરિવાર સાથે રહે છે. તેઓ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. તેઓના સાઢુ ગોકુલ પવારે બપોદ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સાંજના સુમારે યોગેશભાઈ પવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાંજ પરિવારના સભ્યો દોડી ગયા હતા. યોગેશભાઈને પલંગમાં સુવડાવ્યા હતા ત્યાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘણાને લઈ પરિવારમાં ગમગીની ફેલાઈ હતી.
સુસાઇડ નોટમાં વ્યાજખોરનો ત્રાસ હોવાનો ઉલ્લેખ:એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ આપઘાત પૂર્વે પોતાની વેદનાને સુસાઇડ નોટમાં ઠાલવી હતી. તેઓએ લખ્યું હતું કે પત્ની અને દીકરી મને માફ કરી દેજો. હું ગણા દિવસોથી મારવાની કોશિશ કરતો હતો પરંતુ તમને બહુજ પ્રેમ કરતો હોવાથી પણ હું તેને કબીલ નથી. મને તો કંપનીના 3-4 લોકો મારી પાસેથી 10 ટકા વ્યાજે પૈસા માંગે છે મેં તેઓને દર મહિને પૈસા ચૂકવ્યા છે માત્ર એક મહિનાના બાકી છે. તેઓ ઘરે આવવાની અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેમાં સુપરવાઇઝર પ્રકાશ, ભરવાડ,કાલુ લકુલેશ અને ઉજવલ પટેલ જેવા નામોનો ઉલ્લેખ કર્યો છે. તેવો ખૂબ હેરાન કરતા હતા. તેઓને છોડતા નહીં તેવું લખ્યું હતું. આ આધારે પોલીસે સુસાઇડ નોટનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.