વડોદરા:તહેવારો નજીક આવતા જાય છે ત્યારે વિદેશી દારૂનો વેપલો કરતાં ઈસમોની જીગર ખુલી જતી હોય છે અને મોટાં જથ્થાની હેરાફેરી કરતાં હોય છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે પોલીસનાં જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે, ગરદિયા ગામની સીમમાં પ્રોનિયાક ફોર્જ એન્ડ ફલેન્જીસ નામનું બોર્ડનું મારેલ જગ્યાના કંપાઉન્ડની અંદરનાં ભાગે કેટલાક ઈસમો વાહનો સાથે આવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનુ કટીંગ કરનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે સમલાયા આઉટપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું.
પોલીસે રેઈડ કરતાં ફિલ્મી સ્ટાઇલમાં નાહભાગના દ્રશ્યો સર્જાયા:દરમિયાન ચોક્કસ બાતમીવાળી જગ્યાએ એમ કામળિયા સહિત પોલીસના જવાનોએ પંચોના માણસોને સાથે રાખીને રેઈડ કરતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સાવલી પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસનીના સિનિયર પી.એસ.આઇ. એ.એમ. કામળિયા દ્વારા રેઈડ બાબતે સુચના આપી દેવામાં આવી હતી અને તે સૂચનાના આધારે પંચના માણસોને સાથે રાખીને ચોક્કસ બાતમીવાળી જગ્યાએ કેટલાક ઈસમો વાહનો સાથે આવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો વેપલો કરતા હોય તેવી ચોક્કસ વાતની મળી હતી. જેને આધારે રેઈડ કરી હતી. સદર જગ્યાએ પોલીસના જવાનો અને પંચના માણસોએ પ્રવેશ કરી જોતા કંપનની અંદર ત્રણ ફોર વ્હીલર તેમજ એક મોટરસાયકલ જોવા મળી હતી અને ચારથી પાંચ ઈસમો આ વાહનોમાં વજનદાર બોક્સ મૂકતા હોય તેવું જણાઈ આવ્યું હતું. તેથી પોલીસના જવાનો અને પંચના માણસોને ઈશારો કરતા જ આ સમગ્ર કંમ્પાઉન્ડ વોલને કોડૅન કરવામાં આવી હતી. પરંતુ કંપાઉન્ડમાં નાસભાગનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમાં બે ઈસમો પકડાઈ ગયા હતા અને બાકીના ત્રણ ઇસમો દિવાલ કૂદીના અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતાં.
નંબર પ્લેટ વગરનું વાહન ઝડપાયું :સાવલી તાલુકામાં બનેલી ઘટનામાં ઝડપાયેલ બે ઈસમોની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામઠામ (૧). સંદીપભાઈ પ્રવીણભાઈ જયસ્વાલ (૨). સંદીપભાઈ ચંદ્રેશભાઇ જયસ્વાલ જણાવ્યુ હતુ. આ સરલ કંપાઉન્ડવોલની અંદર ત્રણ જેટલી ગાડીમાં પાછળના ભાગે ખાખી પુઠ્ઠાના બોક્સોમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ ઇસમોને મુદ્દામાલ સાથે સાવલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.