ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : દોઢ લાખ સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી યથાવત, ફરિયાદ નોંધાઇ

વડોદરા પોલીસ વિભાગે વ્યાજખોરોને લઈને હવે (Vadodara Crime News) લાલ આંખ કરી છે. કરજણ પોલીસ મથકમાંપીડિતે ફરિયાદ ( Karjan Police complaint Lodged Against Usurer ) નોંધાવી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવકે લીધેલા દોઢ લાખ સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી યથાવત રહેતાં ફરિયાદ કરી છે.

Vadodara Crime : દોઢ લાખ સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી યથાવત, ફરિયાદ નોંધાઇ
Vadodara Crime : દોઢ લાખ સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી યથાવત, ફરિયાદ નોંધાઇ

By

Published : Jan 20, 2023, 8:01 PM IST

વડોદરા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોરમાં રહેતા ચિરાગભાઇને વ્યાજખોરોની કડવી દાનતનો પરચો મળ્યો છે. તેમણે લીધેલા દોઢ લાખ રુપિયા સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી યથાવત રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં પોલીસ તંત્રની સક્રિયતાથી દિવસેને દિવસે બહાર આવતાં વ્યાજખોરોના કિસ્સાની જાણકારી મેળવી તેમણે પણ પોલીસ ફરિયાદ કરવાની હિમત કેળવી હતી.

વેપાર કરવા અર્થે લીધાં રુપિયાગામના જ વ્યક્તિ પાસેથી લીધાં રુપિયા કરજણ તાલુકાના લીલોર ગામના ચિરાગભાઈએ ગામના કેયૂરભાઈ પાસેથી 2019 માં 1,50,000 લાખ રૂપિયા 5% વ્યાજે વેપાર કરવા અર્થે લીધાં હતાં. જે રકમ પેટે આજદિન સુધી વ્યાજખોરે 4,50,000 વ્યાજ વસૂલ્યુ હોવા છતાં વધુ રકમ વ્યાજ પેટે પડાવવા માટે ધાકધમકી આપતો હોઇ આ યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં ગામના જ વ્યાજખોર યુવક સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો Vadodara usurers : માંજલપુરમાં વ્યાજખોરોના સામે પોલીસની લાલ આંખ, અનેક લોકોની સમસ્યા દૂર

રેતીની લીઝના વ્યવસાય માટે વ્યાજે રૂપિયા લીધા 2019માં લીલોર ગામના ચિરાગકુમાર મૂળજીભાઈ મિસ્ત્રીએ વેપાર કરવા માટે રેતીની લીઝ રાખેલી હતી. ધંધા માટે ચિરાગભાઈને રૂપિયાની જરૂર હોઇ લીલોડ ગામના જ કેયૂરભાઈ મુકેશભાઈ પટેલ જે વ્યાજે ધીરધારનો વ્યવસાય કરતા હોઇ અને ગામના અન્ય યુવકોને પણ વ્યાજે રૂપિયા આપતો હોઇ ચિરાગ મિસ્ત્રીએ કેયૂરભાઈ પાસેથી 2019 માં 1,50,000 રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતાં..જેની ચૂકવણી કરતા કરતા રૂ.4.5લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ કેયુર ભાઈ દ્વારા પઠાણી ઉઘરાણી યથાવત રહી હતી.

ધાકધમકી પણ અપાતી હતી ચિરાગભાઈએ એચડીએફસી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેકો સામે કેયૂરભાઈએ 1.50,000 રૂપિયા આપ્યા હતા. જેમાં આજ દિન સુધી કેયૂરભાઇએ ચિરાગભાઈ પાસેથી ₹4,50,000 નું વ્યાજ વસૂલ્યું હોવા છતાં પણ કેયૂરભાઈ ચિરાગ મિસ્ત્રી પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતો હતો. તેમજ ધાકધમકી આપતો હતો. જેને લઈને ચિરાગભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં કેયૂરભાઈ સામે ફરિયાદ નોંધાવતાં કરજણ પોલીસે લીલોડના વ્યાજખોર કેયૂર પટેલ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Crime સુરતમાં બાઈક ગિરવે મુકી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ

સરકારી તંત્રની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મુહિમને લઇને સમગ્ર ગુજરાતમાંથી અનેક વ્યાજખોરો સામે નાગરિકો સામે આવ્યા છે. તો નાગરિકોએ પણ પોતાની હિંમત બતાવી આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે પોલીસનો સહારો લીધો છે. પોલીસ તંત્ર એ વ્યાજખોરો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ પડાવતા વ્યાજખોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details