એન્થોનીને પકડવાના પ્રયાસ સફળ વડોદરા : વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાંથી 11 મહિના પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલો અને બનાવટી ચલણી નોટોના ગુનાનો આરોપી અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે. આ આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના 41 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. આરોપી પાસેથી 2 પિસ્તોલ સાથે 5 જીવતા કારતૂસ પણ ઝડપાયા હતાં.
ક્રાઇમ બ્રાન્ચની ટીમોની રઝળપાટ: આ અંગે માહિતી આપતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડે જણાાવ્યું હતું કે, છેલ્લા 11 માસથી અનિલ ઉર્ફે એન્થોની નાસતો ફરતો હતો. આ આરોપી સામે વિવિધ પોલીસ મથકમાં 41 ગુના દાખલ થયેલ છે. આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમબ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી 10 હજાર કિલોમીટરની સફર કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય સોર્સિસની પણ મદદ લેવામાં આવી હતી. આખરે શહેરના ખોડિયારનગર પાંજરાપોળ પાસે હાઇવે પાસેથી આરોપી નીકળવાનો હોવાની ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળતા અલગ અલગ 3 ટીમો વોચમાં હતી અને અનિલ ઉર્ફે એન્થોની ત્યાંથી મળી આવ્યો હતો. અનિલ ઉર્ફે એન્થોની પાસેથી બે પિસ્તોલ સાથે 5 જીવતી કારતૂસ મળી આવ્યાં હતાં.
આ પણ વાંચો કુખ્યાત ગેંગસ્ટર એન્થોની વડોદરા પોલીસને ચકમો આપી ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ
આશરો આપનારને નહીં છોડાય : અનિલ ઉર્ફે એન્થોનીને શોધવા કોલકાતા, દિલ્હી, મુંબઇ અને ઓરિસ્સા સુધી ટીમો ગઇ હતી. જો કે પોલીસ કરતા આરોપી એક ડગલુ આગળ હતો, જેથી પકડાતો નહોતો. 6 મે 2022ના રોજ ભાગેલો આરોપી ગઇકાલે 9 એપ્રિલે પકડાઈ ગયો હતો. આરોપી ક્યાં ક્યાં રોકાયો હતો, તે હોટલમાં રોકાયો હતો કે પછી તેને કોઈએ આશરો આપ્યો હતો, તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈએ તેને આશરો આપ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. વડોદરા શહેર પોલીસ કમિશનરે નાસતા ફરતા આરોપી અનિલ ઉર્ફે એન્થોની માટે 25 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમના પેરોલ ફર્લો ટીમના વસાવા અને હરેન્દ્રસિંહની સચોટ બાતમીના આધારે આરોપી પકડાયો છે. અગાઉ પણ એકવાર અનિલ ઉર્ફે એન્થોની વડોદરા આવ્યો હતો, પરંતુ તે પકડાયો નહોતો.
આ પણ વાંચો Vadodara Sharp Shooter Case: એન્થોની ફરાર કેસમાં પત્નિ અને બહેન સહિત વધુ ત્રણની ધરપકડ
ડમી આધારકાર્ડ અને પાનકાર્ડ મળ્યું : વધુમાં ક્રાઇમબ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આરોપી પાસેથી નકલી પાનકાર્ડ અને આધારકાર્ડ મળી આવ્યા છે. આ આધાર કાર્ડમાં તેને ડમી નામ અને ડમી સરનામું છે જે દિલ્હીનું છે. આ બાબતે પણ તેનો અલગથી બીજો ગુનો દાખલ કરીશું. આરોપી મોબાઇલ અને સીમકાર્ડ સતત બદલતો હતો જેથી તેનું લોકેશન મળતું નહોતું. આ આરોપી 11 મહિનાથી આરોપી ફરાર રહ્યો, તે દરમિયાન કોઇ ગુનો આચર્યો હોય તો તપાસ દરમ્યાન સામે આવશે તો ફરિયાદ દાખલ કરીશું.