ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : બે પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતા સામેના મામલાની તપાસમાં શું થયો નવો ઘટસ્ફોટ જાણો - ક્રૂર મા

વડોદરાના કારેલીબાગમાં માતા દ્વારા બે પુત્રીઓની હત્યાના મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં પુત્રીઓની હત્યામાં તાંત્રિકવિઘિની ઉડેલી વાતોને પોલીસે પાયાવિહોણી ગણાવી છે અને આર્થિક સંકડામણ આ માટે જવાબદાર ગણાવી છે. બીજીતરફ મામલાની તમામ પાસાંથી તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

Vadodara Crime : બે પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતા સામેના મામલાની તપાસમાં શું થયો નવો ઘટસ્ફોટ જાણો
Vadodara Crime : બે પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતા સામેના મામલાની તપાસમાં શું થયો નવો ઘટસ્ફોટ જાણો

By

Published : Jul 12, 2023, 7:50 PM IST

વડોદરા : શહેરના કારેલીબાગમાં આવેલ અક્ષતા સોસાયટીમાં ચકચાર જગાવનાર હત્યાકાંડમાં માતાએ પોતાની બે દીકરીને છોલે-પુરીમાં ઝેર ભેળવી, ન મરતા ટુંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. આ બાદમાં ક્રૂર માતા આ બંને દીકરીઓ પાસે બેસી રહી હતી અને પોતે પણ ઝેરી દવા પી અને બાદમાં આપઘાત ખાવા જતા પાડોશી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં દક્ષાબેન ચૌહાણ હોસ્પિટલમાં છે અને દીકરીઓની હત્યા પાછળ અન્ય કોઈનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

હત્યા પાછળ માતાનો હાથ : આ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં માતા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાની તપાસ કરનાર કારેલીબાગ પોલીસ મથકના પી.આઈ સી.આર.જાદવે જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે. પી.આઈનું સ્પષ્ટ કહેવું છે કે...

આ બંને દીકરીઓને આર્થિક સંકડામણના કારણે મારી નાખી છે. પહેલા જમવામાં ઝેર આપ્યું અને ત્યારબાદ ઓઢણી વડે ગળું દબાવી મારી નાખી હોવાની વિગતો સામે આવી છે. આ જે કઈ થયું છે, તે પોતાની પરિસ્થિતિ અને આર્થિક સંક્રમણના કારણે થયું છે, અન્ય કોઈ કારણ જાણવા મળ્યું નથી, છતાં પણ તપાસ ચાલી રહી છે...સી.આર.જાદવ(પીઆઈ, કારેલીબાગ પોલીસ સ્ટેશન)

તાંત્રિક વિધિની વાત ખોટી : દક્ષાબેન દ્વારા બંને દીકરીઓની હત્યા કર્યા બાદ તેઓ પર તાંત્રિક વિધિ અંગેની કોઈ બાબત સંકળાયેલ નથી, આ વાત તદ્દન સાવ ખોટી છે. પોલીસ તપાસમાં આ અંગે કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. માત્ર આ ઘટના પાછળ આર્થિક સી.આર.જાદવે જવાબદાર છે. બંને દીકરીઓને અંગુઠાના ભાગે બાંધેલ અને વાળ કાપી તાંત્રિક વિધિ અંગે થઈ રહેલ ચર્ચા ખોટી છે, આવી કોઇ પણ બાબત પોલીસ તપાસમાં હાલ સુધી સામે નથી આવી.

પ્રેમીનો ફોટો વર્ષ 2019નો : આ સાથે આ ઘટનામાં દક્ષાબેન સાથે અન્ય કોઈ વ્યક્તિ હત્યામાં શામેલ છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી હતી. દક્ષાબેન શહેરના તુલસીવાડીમાં રહેતા કિશોર જાધવના સંપર્કમાં હતા. તેની સાથે પ્રેમ સંબંધ હતા અને તે તાંત્રિક વિધિ કરે છે, તેવું લોકોનું કહેવું છે. આ સાથે બંનેના સાથે ફોટો વાયરલ થયા હતા. તે બાબતે સ્પષ્ટ કરતા પીઆઈ જાદવેએ જણાવ્યું હતું કે, આ ફોટો વર્ષ 2019નો છે.

પ્રેમી સાથે કોઈ સંબંધ નહીં : દક્ષાબેન છેલ્લા કેટલાય વર્ષથી એકલા રહેતા હતાં. તેઓના પિતા જીવતા હતા, ત્યારે તેઓ તેઓના ઘરે આવતા જતા હતા અને તે દરમ્યાન ફોટો પાડ્યો હતો. આ ફોટાને લઈ દક્ષાબેન દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર બાદ કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી. પોલીસનું માનવું છે કે કિશોર જાધવને કોઈ મુશ્કેલી ઉભી થાય તે માટે આ ફોટો અન્ય કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો છે. આ કિશોર છેલ્લા આઠ નવ મહિનાથી સુરત રહે છે અહીં કોઈ રહેતું નથી.

સુસાઇડ નોટમાં માત્ર આર્થિક સંક્રમણ : આ સાથે દક્ષાબેન દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે. જેમાં માત્ર ઘરમાં આર્થિક સંકડામણ અંગેની વ્યથા ઠાલવવામાં આવી છે. તેઓએ લખ્યું કે મમ્મી મને માફ કરી દેજે, પહોંચી વડાતું નથી, હવે જીવાતું નથી. તેઓએ મોટી દીકરીની 22 હજાર ફી, નાની દીકરીની ફી અને સાથે ટ્યુશન ફી અને મકાનનું ભાડું સાથે ડિપોઝીટ ભરવાની હતી. સાથે દીકરીઓને ઘરમાં રહેવાનું એકલું ગમતું ન હતું, બીક લાગતી હતી. આ તમામ બાબતને લઈ દક્ષાબેન પહેલા દીકરીઓની હત્યા અને બાદમાં પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધીમાં પોલીસ તપાસમાં આટલી બાબતો સામે આવી છે.

વધુ તપાસ કરીશું : આ સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દક્ષાબેનનું પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં છે અને તેઓને સારવાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ બંને દીકરીઓની હત્યા માતાએ જ કરી છે તેવું જણાઈ રહ્યું છે. છતાં પણ ટેકનિકલ સોર્સ, સીસીટીવી, મોબાઈલ કોલ ડીટેલના આધારે વધુ તપાસ કરીશું તેવું પોલીસ દ્વારા જણાવ્યું હતું.

  1. Vadodara Crime News : પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો જીવલેણ હુમલો
  2. Vadodara News: માતાએ બે પુત્રીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, આર્થિક તંગીને કારણે બંને દીકરીઓેને ઝેર આપ્યું
  3. Vadodara Suicide: ડભોઇમાં એન્જિનિયર યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું

ABOUT THE AUTHOR

...view details