વડોદરાઃ'ધરતીનો છેડો ઘર' એટલે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના વેપાર-ધંધા અર્થે પરિવારથી દૂર જતો હોય છે અને તહેવાર મનાવવા પોતાના વતનમાં આવતા હોય છે. આવી જ રીતે હોળી અને ધૂળેટીના તહેવારના પર્વ નિમિત્તે શાળા-કૉલેજમાં રજા હોવાના કારણે હોળીની રજા માણવા માટે વડોદરા રોડ ઉપર આવેલી આઈટીએમ કૉલેજનો ડ્રાઈવર પોતાના વતન મધ્યપ્રદેશ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોના કારણે તે રજાઓ ભોગવી પરત આવ્યો નહતો અને તેનો મૃતદેહ એક વરસાદી કાસમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃVadodara Crime: હોળીના પર્વ પર હત્યા કરનારા ઝડપાયા, આ રીતે ઉકેલાયો ભેદ
હોળીની રજામાં ડ્રાઈવર જઈ રહ્યો હતો વતનઃમળતી માહિતી અનુસાર, રાજેશ ગિરધરલાલ, જેઓ વાઘોડિયા રોડ ખાતેની આઈટીએમ કૉલેજમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જેથી કૉલેજના વિદ્યાર્થીઓને અને સ્ટાફને વડોદરાથી કૉલેજ સુધી લાવવા લઈ જવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કરતા હતા. પરંતુ હોળી-ધૂળેટીની રજાના કારણે તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા. જોકે, તેઓ પોતાના વતને ન પહોંચ્યા અને તેમનો મૃતદેહ વરસાદના પાણીમાં મળી આવ્યો હતો. ત્યારે આ મામલે રહસ્ય ગહેરાઈ રહ્યું છે. તેમનો મૃતદેહ મળતા આસપાસના રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ મૃતકના મિત્રને જાણ થતાં તે પણ અન્ય મિત્રો સાથે અહીં પહોંચ્યો હતો.