વડોદરા :શહેરમાં અવારનવાર નજીવી તકરાર બાબતે મારામારી કે પારિવારિક ઝગડામાં જીવલેણ હુમલાની ફરિયાદ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. જેમાં કંકાસને કારણે પિયરમાં રહેતી પત્નીને ઘરે બોલાવી પતિએ જાનથી મારી નાખવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ અંગે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતી પિયરમાં રહેતી : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર હુમલાનો ભોગ બનેલ યુવતીએ 2 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ પતિ સાથે પારીવારીક કંકાસને કારણે પત્ની પિયરમાં રહેતી હતી. જોકે, પતિએ પત્નીને ઘરે બોલાવી તેને જાનથી મારી નાખવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પત્ની ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. આ બનાવને લઈ યુવતીની માતાએ વાડી પોલીસ મથકમાં જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીના પ્રેમલગ્ન :આ અંગે ફરિયાદ નોંધાવતા યુવતીની માતા જણાવે છે કે, મારું નામ વૈશાલી ભગત છે. હું ઘરકામ અને મારા પતિ છૂટક મજૂરી કામ કરે છે. સંતાનમાં મને છ બાળકો છે. જેમાં સૌથી નાની દીકરી છે. જેણે બે થી અઢી વર્ષ પહેલા ભાવેશ મગરે સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને સંતાનમાં 3 દિકરા અને 2 દીકરી છે.
આમ બની ઘટના : ગત 10 જુલાઈના રોજ સાંજના સમયે તે નાની દિકરી સાથે ભૂંગળા લેવા ગઈ હતી. ત્યારે રાતના સમયે મારા પર ફોન આવ્યો કે, મારી દીકરીને ભાવેશ માર મારે છે. જેથી હું ભાવેશના ઘરે ગઈ હતી. ત્યાં જઈને જોતા દીકરી જમીન પર ઢળી પડી હતી. તેના ગળાના ભાગેથી લોહી નીકળતું હતું. આથી તેને 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં FSLની પણ મદદ લેવામાં આવી છે. આરોપી હાલમાં પોલીસ પકડની નજીક છે અને ઝડપથી ઝડપી લેવામાં આવશે. હાલમાં યુવતીની તબિયત સ્ટેબલ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.-- એ.બી. મોરી (PI, વાડી પોલીસ મથક)
જમાઈ વિરુદ્ધ ફરિયાદ :તેઓએ વધુમાં જણાવ્યું કે, મારી દીકરીએ મને ઘટના વિશે વાત કરી હતી. જ્યારે દીકરી ભુંગળા લેવા ગઈ ત્યારે ભાવેશ બળિયા દેવના મંદિરે બાઈક લઈને આયો હતો. જ્યાંથી તે તેને અને બહેનને ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ ભાવેશ બહેનને ખેંચીને ઉપર લઈ ગયો હતો. જ્યાં ઝઘડો કરતા બહેને બૂમાબૂમ કરી હતી. જેથી હું ગભરાઈ ગઈ અને બહેન ઉપરના માળેથી કૂદીને નીચે પડી હતી. જેથી ભાવેશ તેનું બાઈક લઈને નાસી ગયો હતો.
પોલીસ તપાસ : ત્યારબાદ બહાર જઈને જોતા બહેન પર ભાવેશે કોઈ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગે અને જમણા હાથે તેમજ પેટથી ઉપરના ભાગે માર માર્યો હોવાથી લોહી નીકળતું હતું. આથી દીકરીની માતાએ આરોપી ભાવેશ વિરુદ્વ 307 મુજબ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે હાલમાં પોલીસે ભાવેશ મગરેની શોધખોળ શરૂ કરી છે.
- Vadodara Crime News: વડોદરા વેમાલી ગામના બસ સ્ટેશન પાસેથી પોષડોડાનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો
- Ahmedabad Crime : લૂંટના ઈરાદે અમદાવાદ આવેલો આરોપી હથિયાર સાથે ઝડપાયો, ગુજરાતમાં અનેક લૂંટને આપી ચૂક્યો છે અંજામ