વડોદરા : શહેરમાં પેરોલ પર બહાર આવેલો મહાઠગ હર્ષિલ લીંબચીયા પોલીસ જાપ્તામાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મહાઠગને લાઈટ બિલ માંગવા ગયેલ સતીષભાઈ સાથે અભદ્ર વર્તન કરી બોલાચાલી થતા કંટ્રોલમાં વરદી આપતા પીસીઆર પહોચી હતી. પોલીસ પહોચ્યા બાદ તેને લઈ જતા તેનો લિફ્ટમાં વિડીયો સામે આવતા જાપ્તામાં તહેનાત પોલીસ જવાનના હાથમાં પાણીની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ મળી આવ્યા હતા. આ સાથે વાયરલ વિડીઓમાં હર્ષિલ લીંબચીયાએ એક વ્યક્તિને ધમકી આપતો નજરે પડે છે. નોકરી આપવાની લાલચમાં લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપીના પેરોલ પર જલસાની નવી વાત બહાર આવી છે.
બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ: આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને હર્ષિલ લીંબચીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીઓની પુષ્ટિ ETV BHARAT કરતું નથી. આ ઘટનાને પગલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. હર્ષિલે લીંબચીયાએ કેફી પીણું પીધું હોવાનું જણાતાં તેનું બ્રેથ એનેલાઈઝર મશીન મારફત ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું
શું થઇ ફરિયાદ : આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ પુનભાઈએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત રાતે કંટ્રોલ રૂમમાંથી વર્ધિ આવી હતી કે સિદ્ધએશ્વર એવન્યુ, કલાલી પાસે હર્ષિલ લીંબચીયા પેરોલ પર છુટેલો છે. સતીષભાઈ હર્ષિલ લીંબચીયા ઘેરે લાઇટ બિલ લેવા ગયા ત્યારે તેણે ઝઘડો કર્યો હતો. વર્ધિ મળતા જ પીસીઆર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં સતીષભાઈ અને મહાઠગ હર્ષિલ લીંબચીયા મળ્યાં હતા. ઘરની બહાર પોલીસ જાપ્તો પણ તહેનાત હતો. હર્ષિલને બૂમ પડતા તે બહાર આવ્યો હતો અને સાથે પોલીસ જાપ્તાના જવાનો પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો પેરોલ બાદ 15 વર્ષ સુધી ગુમ થઈ ગયો જનમટીપનો કેદી, જોરદાર રીતે ઝડપાયો