ગુજરાત

gujarat

ETV Bharat / state

બે વર્ષથી વધુ સમયથી દીકરીના મોતનો ન્યાય માગતા પિતાની રઝળપાટ, કરજણ પોલીસે હવે નોંધી ફરિયાદ

વડોદરાના વલણ ગામમાં 2021માં શાહિના નામની પરિણીતાનું મોત થયું હતું. દફનવિધિ બાદ પિતાને શંકા જતાં કબરમાંથી મૃતદેહ કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. દીકરીના મોત પર ન્યાયની માગણી કરતા પિતાની અરજીને બે વર્ષ બાદ પ્રતિસાદ મળ્યો છે અને કરજણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાની કાર્યવાહીએ પિતાને ન્યાયની આશા બંધાવી છે. Father seeks justice for daughters death Vadodara Crime

બે વર્ષથી વધુ સમયથી દીકરીના મોતનો ન્યાય માગતા પિતાની રઝળપાટ, કરજણ પોલીસે હવે નોંધી ફરિયાદ
બે વર્ષથી વધુ સમયથી દીકરીના મોતનો ન્યાય માગતા પિતાની રઝળપાટ, કરજણ પોલીસે હવે નોંધી ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 7:24 PM IST

Updated : Nov 17, 2023, 8:46 PM IST

વડોદરા:કરજણ તાલુકાના વલણ ગામે આજથી આશરે બે વર્ષથી વધુ સમય પહેલાં પરિણીતા શાહિનાનું મોત થયું હતું. તેના મોત પર શંકા જતાં શાહિનાના પિતાએ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. FSL રીપોર્ટ બે લગભગ અઢી વર્ષ બાદ આવતા ઘટનાને લઈને કરજણ પોલીસ ગઈ કાલે બે વર્ષ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ કરીને ન્યાય મેળવવા દીકરીના પિતાને રઝળપાટ કરવી પડી હતી.

દીકરીના મોત અંગે શંકા થઇ : સમગ્ર ઘટનામાં એવું છે કે મૃત દીકરી શાહિનાની દસમાની જારત માટે 12/ 01/21 ના રોજ જમાતખાને શાહિનાના પિતા મુસાભાઇ ઊર્ફે મુસ્તાકભાઇ જામોદ ગયાં હતાં તે સમય દરમિયાન બીજી વ્યક્તિની દફનવિધિ કરવા આવેલ વ્યક્તિએ તેઓને જણાવ્યું હતું કે તમારી દીકરીનું મોત હાર્ટ એટેકથી થયું નથી. તમે વિગતે તપાસ કરો તેને પોતે પોતાની જાતે જીવન ટૂંકાવ્યું છે. ત્યારબાદ મૃતક દીકરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા પરંતુ પોલીસે જાણવાજોગ અરજી લીધી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરવા મૃતદેહ કબરમાંથી બહાર કાઢ્યો અને એફએસએલની ટીમને જાણ કરીને આગળની કાર્યવાહી કરી હતી. જોકે અઢી વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પણ રિપોર્ટ ના આવતા આખરે લાચાર પિતા પ્રાંત અધિકારીને અપીલ કરવા પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીના હુકમ બાદ લગભગ અઢી વર્ષ બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યો અને પ્રાંત અધિકારીએ ફરિયાદ લેવા માટે જાણ કરતા કરજણ પોલીસે 16/11/23 ના રોજ મૃતક દીકરીના પિતાની દરિયાદ દાખલ કરવામાં આવી.

05/01/2021 ના રોજ બનેલી ઘટનાને લઈને જે તે સમયે એડી દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે તપાસ કરવામાં આવી છે અને હાલ મૃતક શાહિનાની જેઠાણી રીઝવાના ઈરફાન સિંધી રહેવાસી વલણ અને ફોઈ સાસુ અમીના મોહમ્મદ સિંધી રહે વલણ સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. એ. કે. ભરવાડ, પીઆઈ, કરજણ પોલીસ મથક

શાહિનાને હાર્ટએટેકથી મોત થયાંનું સાસરિયાંઓએ જણાવેલું : 05/01/ 2021ના રોજ શાહિનાના અચાનક મોતના ખબર મળતાં પિતા શાહિનાના ઘેર ગયાં ત્યારે તેમણે શાહિનાના મોત અંગે પૃચ્છા કરી હતી. તો તેમને જણાવાયું હતું કે તેમની દીકરીને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મોત થયું છે. શાહિનાનું અડધું મોઢું કફનથી ઢંકાયેલું હતું. જે બાદ શાહિનાની દફનવિધિ પતાવીને તેઓ પરત પોતાના ઘેર મોટા ફોફળિયા જતાં રહ્યાં હતાં. જે બાદ દસમાની જારત સમયે કબર પર ફૂલ ચડાવવા ગયાં ત્યારે અન્ય કબર પર ફૂલ ચઢાવવા આવેલા વ્યક્તિ દ્વારા તેમને માહિતી મળી હતી તે તેમની દીકરીનું મોત હાર્ટ એટેકથી થયું નથી તેથી તેમણે તપાસ કરાવવાનું નક્કી કર્યું હતું અને મૃતદેહ કબરમાંથી કઢાવીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

કરજણ પોલીસે ફરિયાદ ન લીધી : મૃતક દીકરીના પિતા મુસાભાઈ જામોદને જાણવા મળ્યું હતું કે શાહિનાનું મોત મોત હાર્ટ એટેકથી થયેલ નથી ને આપઘાત કરેલ છે અને તેના માટે ફોઇ સાસુ અને જેઠાણીને જવાબદાર ગણાવી હતી. શાહિનાએ તેના પતિ મોહસીન ઇબ્રાહિમ સિંધીના જન્મદિવસે જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. શાહિનાના મોહસિન સાથેના લગ્નથી નારાજ જેઠાણી અને ફોઇ સાસુ તેને ત્રાસ આપતાં હોવાની જાણ શાહિનાએ માતાપિતાને કરી હતી પરંતુ પછી સારું થઇ જશે તેમ જણાવી તેને પરત સાસરીમાં મોકલી દેવામાં આવી હતી. શાહિનાની અંતિમ ચિઠ્ઠીના આધારે મુસાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવવા દોડાદોડી કરી હતી પરંતુ કરજણ પોલીસે ફરિયાદ લીધી ન હતી. આખરે તેઓએ ન્યાય માટે પ્રાંત અધિકારીના દરવાજા ખટખટાવ્યા હતા.

પ્રાંત અધિકારીએ પિતાની વેદના સાંભળી : શાહિનાએ જેઠાણી અને ફોઈ સાસુના ત્રાસથી 05/01/ 2021 ના રોજ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને શાહીનાના પિતા મુસાભાઇ ઉર્ફે મુસ્તાકભાઈએ ફરિયાદ કરવા માટે કરજન પોલીસ સ્ટેશનમાં ગયા હતાં. પરંતુ કરજણ પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવા જણાવી બહાનું કાઢી બે વર્ષ જેવો સમય પસાર કરી દીધો હતો.

આ વાતને લઈને મેં પ્રાંત અધિકારીના દરવાજા ખખડાવ્યા હતાં. છેવટે એક પિતાની આ વેદનાને ધ્યાને લઈને કરજણ પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ કરજણ પોલીસને 16/ 11/2023 ના રોજ મારી ફરિયાદ લેવા માટે જણાવ્યું હતું અને અઢી વર્ષ બાદ મને ન્યાય મળે તેવી આશા બંધાઈ હતી. મુસાભાઈ જામોદ, મૃત શાહિનાના પિતા, મોટા ફોફળિયા, શિનોર, વડોદરા

શાહિનાએ 20 દિવસ પહેલાં માતાપિતાને જણાવેલુંશાહિનાના મૃત્યુના 20 દિવસ પહેલા જ્યારે તે પોતાના પિયરમાં માતાપિતાને ત્યાં આવી હતી તે સમય દરમિયાન તેણે માતાપિતા સાથે ચર્ચા કરી હતી કે મારી જેઠાણી રીઝવાના અને મારી ફોઈ સાસુ અમીના બંને મને મેણાંટોણાં મારી હેરાન કરે છે. જે વાતના 20 દિવસ બાદ 05/01 /2021 ના રોજ શાહિનાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

  1. હિમાચલના મણિકર્ણમાં રશિયન છોકરા-છોકરીનો મૃતદેહ મળી આવ્યો, નગ્ન હાલતમાં શરીર પર ઈજાના નિશાન, પોલીસ તપાસમાં લાગી
  2. મહારાજાગંજમાં ઘરે જઈ રહેલી યુવતિ પર થયો એસિડ એટેક
  3. Brahmakumaris Sister Suicide Case: બ્રહ્મા કુમારી બહેનોનો આત્મહત્યા કેસ મામલે નવો વળાંક, એકતાએ મોકલેલો વોઈસ મેસેજ સામે આવ્યો, જાણો સમગ્ર મામલો
Last Updated : Nov 17, 2023, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details