ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : આ લ્યો વધુ એક ઠગ પીએમઓ ઓફિસર વડોદરા પોલીસના સાણસામાં આવ્યાં, ખ્યાતનામ સ્કૂલને છેતરી - નકલી પીએમઓ ઓફિસર મયંક તિવારી

મહાઠગ કિરણ પટેલ અને પ્રમોદલાલની પંગતમાં બેસી લોકોને પીએમઓ ઓફિસરના નામે છેતરનારો વધુ એક ઠગ વડોદરા પોલીસના સાણસામાં આવ્યો છે. મયંક તિવારી નામના આ શખ્સે પીએમઓમાં ડાયરેક્ટર સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકેની ખોટી ઓળખ આપી શહેરની નિઝામપુરા સ્થિત ન્યૂ ઈરા સ્કૂલમાં એડમિશનો કરાવ્યાં હતાં.

Vadodara Crime : આ લ્યો વધુ એક ઠગ પીએમઓ ઓફિસર વડોદરા પોલીસના સાણસામાં આવ્યાં, ખ્યાતનામ સ્કૂલને છેતરી

By

Published : Jun 24, 2023, 4:06 PM IST

વડોદરા : નકલી પીએમઓ ઓફિસરની આ છેતરપિંડીમાં જાણવા મળતી માહિતી મુજબ મયંક પરશુરામ તિવારી નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. મયંક પરશુરામ તિવારી પીએમઓ ઓફિસમાં કોઈ હોદ્દો ધરાવતા ન હોવા છતાં પણ Director Strategic Advisor@PMO Direct Government Advisory @PMO તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. મયંક તિવારીએ પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટ્સ આઇકોનમાં અશોક સ્તંભનો લોગો પણ ગેરકાયદે રાખેલે અને પીએમ ઓફિસ એમ પણ લખેલું હતું.

ફરિયાદ કોણે નોંધાવી : મયંક પરશુરામ તિવારીએ પારૂલ યુનિવર્સિટી લીમડા તથા ન્યુ ઈરા સ્કૂલ વડોદરા નિઝામપુરાના વહીવટકર્તાઓને આવી ખોટી માહિતી અને ઓળખ આપી ગુજરાતમાં એજ્યુકેશનના નામે રિસર્ચ કરવાની કામગીરી માટે જરૂરી મંજૂરી સરકારમાંથી મેળવી આપવાનો વિશ્વાસ કેળવ્યો હતો. સંશોધન માટે નાણાકીય ખર્ચ કરવા જણાવી મોટી રકમ પડાવવાના ઇરાદે વિશ્વાસઘાત કરી છેતરપિંડીનો ગુનો આચર્યો હતો. જેેની ફરિયાદ ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે નોંધાવી છે.

પીએમઓની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લઈ દેશને તેમજ સમગ્ર ગુજરાતને નુકસાન પહોંચાડનાર આ ઈસમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને તેઓની વધુ પૂછપરછ હાલ ચાલુ છે...જગદીશભાઈ(તપાસ અધિકારી, વાઘોડિયા પોલીસ)

શાળામાં એડમિશનને લઇને બન્યો કિસ્સો : ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ન્યૂ ઇરા સ્કૂલ નિયમોને આધીન જ એડમિશન આપે છે. આ શાળામાં ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે નિઝામપુરા ખાતે ન્યુ ઈરાલ સિનિયર સેકન્ડેરી સ્કૂલના વહીવટી અધિકારી તરીકે 20 વર્ષથી નોકરી કરી રહ્યાં છે. આ શાળા સીબીએસઈ બોર્ડની ઈંગ્લીશ માધ્યમની ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલના ડાયરેક્ટર પ્રિયદર્શની કેલક છેે જે વડોદરામાં રહે છે. સ્કૂલમાં બાળકનું એડમિશન ફોર્મ ભરી એન્ટરન્સ એક્ઝામ આપવાની હોય છે. જેના આધારે એડમિશન આપવામાં આવતું હોય છે. આ શાલાના ટ્રસ્ટી ડો.દેવાંશુ પટેલ અને ડો.ગીતિકા પટેલ છે જેઓ પારુલ યુનિવર્સિટી લીમડા ખાતે સંકળાયેલા છે.

2022માં મયંક તિવારીની મુલાકાત : 2022માં માર્ચ મહિનામાં આ સ્કૂલમાં એડમિશનની કામગીરી ચાલુ હતી તે સમય દરમિયાન મયંક તિવારી પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર પીએમઓ ઓફિસ તરીકે આપી તેઓનાં ફેમિલી ફ્રેન્ડના દીકરાઓનાં એડમિશન માટે સંપર્ક કર્યો હતો. જેથી તેને ઉપર જણાવ્યાં તે ડાયરેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી દેવાંશુ પટેલને મળવા જણાવાયું. મયંક તિવારીએ પારુલ કોલેજમાં જઈ ડો. ગીતિકા પટેલની મુલાકાત કરી તે સમય દરમિયાન તેણે Director Strategic Advisor @PMO Direct Government Advisory @PMO ઓળખ આપી હતી અને પોતે દિલ્હી પીએમઓ ઓફિસમાં કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.

સંશોધન કામગીરીનો નાણાકીય ખર્ચ ઉઠાવવા કહ્યું : મયંક તિવારીએ આ મુલાકાતમાં એજ્યુકેશન બાબતે મોટી મોટી વાતો કરી ગુજરાત રાજ્યમાં રિસર્ચને લગતી કોઈપણ કામગીરી કરીશું અને સરકારમાંથી મંજૂરી મેળવી આપવાની કાર્યવાહી કરવા બાબતનો ભરોસો આપ્યો અને નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે તેમ જણાવ્યું હતું. આમ ડો. ગીતિકા પટેલનો વિશ્વાસ કેળવી છેતરપિંડી કરવા માટે આ રીતે હકીકત બનાવી હતી. જે બાદ મયંક તિવારીએ વડોદરા સ્કૂલમાં તેના ઓળખીતાં મિર્ઝા જાહીદ બેગ, જે આર્મીમાં નોકરી કરે છે અને બે દીકરીઓ છે અને તેઓની પૂણેથી બદલી થઈ વડોદરા આવેલા હોઇ તેમના સંતાનોના ધોરણ ત્રણ અને ચારમાં એડમિશન કરાવવા કહ્યું હતું. જેને લઇને બંને બાળકોના શાળા પ્રવેશ માટે મયંક તિવારી સ્કૂલના ડાયરેક્ટર પ્રિયદર્શની કેલકને મળ્યા હતાં. જે બાદ નિયમ મુજબ એડમિશન ફોર્મ ભરી પ્રવેશ પરીક્ષા લઈ બાળકોને એડમિશન આપવામાં આવ્યું હતું.

ઓળખ અંગે વહીવટકર્તાઓએ કરી ખાનગી તપાસમયંક તિવારી વિશે વહીવટકર્તાઓએ દ્વારા ખાનગી રીતે તપાસ પણ કરવામાં આવી હતી. જેને લઇને જાણ થઇ કે ગઈ સાલ પીએમ ઓફિસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપનાર મયંક તિવારીએ પોતાની ઓળખ ખોટી રીતે આપેલ છે. તેઓનું નામ મયંક પરશુરામ તિવારી અને રહેવાસી 13 રાંધલધામ સોસાયટી નવરંગ સોસાયટીની બાજુમાં ન્યુ સમા રોડ, વડોદરાના હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ સ્કૂલ ડાયરેક્ટરને બે દિવસ પહેલાં જણાવવામાં આવી હતી. આંમ મયંક તિવાસી પીએમઓ ઓફિસના અધિકારી તરીકે પોતે ખોટી ઓળખ આપી પોતે દેશને તેમજ ગુજરાત રાજ્યમાં નુકસાન થાય તેવું કૃત્ય કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ફરિયાદી બનીને વહીવટી અધિકારી ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ મેનેજમેન્ટ વતી નોંધાવી હતી.

મયંક તિવારીની તાત્કાલિક ધરપકડ : પીએમઓ તરીકેની ખોટી ઓળખ આપનાર કિરણ પટેલ અને પ્રમોદલાલ નામના મહાઠગના કિસ્સાથી માહિતગાર વાઘોડિયા પોલીસ દ્વારા તરજ જ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને નકલી પીએમઓ મયંક પરશુરામ તિવારીને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને લઇને વાઘોડિયા પોલીસ દ્વારા તાત્કાલિક લેભાગુ મયંક તિવારીની તાત્કાલિક ધરપકડ કરી વધુ પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

પીએમઓની નકલી ઓળખના બનાવ : આ પહેલાં નકલી પીએમઓની ઓળખ આપી ગેરલાભ ઉઠાવનારા બે શખ્શોના કિસ્સા ગુજરાત પોલીસના ચોપડે અને લોકમુખે ચર્ચાઇ ચૂક્યાં છે. ત્યારે આ બંનેની પગંતમાં મયંક તિવારીનું નામ પણ શામેલ થઇ ગયું છે. પીએમઓના નામે પ્રમોદલાલના નામે છેતરપિંડી PMO અધિકારીના નામે છેતરપિંડીની આ ઘટના અંબાજી દર્શન મામલે સામે આવી હતી જેમાં અંબાજી મંદિરના ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી હતી.

શું હતી પ્રમોદલાલની ઘટના : યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં PMOમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યાં હોવાની ઓળખ આપી છ શખ્સોએ દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ ઇન્સપેકટરે અંબાજી પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જુદાજુદા સ્થળોએ મુલાકાત લેનારા આ શખ્સો સામે જુદાજુદા સ્થળોએ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. 13 જૂલાઇ 2021ના રોજ બપોરના 1.45 કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત મંદિર ટ્રસ્ટની ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતાં. તેમણે પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવીએ છીએ તેવી ઓળખ આપી અંબાજી માતાના નિજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવા છે તેમ જણાવતાં છએ જણાંને ગર્ભગૃહમાં દર્શન કરાવાયાં હતાં.આ છ વ્યક્તિઓ બાબતે અન્ય સ્થળે પણ પીએમઓનું ખોટું નામ વટાવતા ભાંડો ફૂટ્યો હતો. જેના અહેવાલો વિવિધ માધ્યમોમાં આવતાં જાણવા મળ્યું હતું કે, આ શખ્સો ખોટો હોદ્દો ધારણ કરી ગુનો આચરી રહ્યાં છે. જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રમોદલાલ તેમ જ તેની સાથે આવેલા 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

નકલી પીએમઓ કિરણ પટેલનો કિસ્સો : આ મહાઠગે PMO અધિકારીની ઓળખ આપી અહીં અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. એટલું જ નહીં તે ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ઠાઠથી ફરતો હતો. કિરણ પટેલે ઉચ્ચસ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ નહોતો કર્યો, પરંતુ બડગામના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ગુપ્તચર સંસ્થાને તેના પર શંકા આશંકા જતા જમ્મુ કાશ્મીર પોલીસને સતર્ક કરી હતી. તે બાજ કિરણ પટેલ ફરી જમ્મુ કાશ્મીર ગયો ત્યારે વૉચ ગોઠીને એને પકડી લેવાયો હતો.

અનેક છેતરપિંડી બહાર આવી : ધરપકડ પહેલા કિરણ પટેલે અનેક જગ્યાએ વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખ આપીને સ્થાનિક પોલીસને છેતરી હતી. તે જમ્મુ અને કાશ્મીરમાં ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, બૂલેટપ્રૂફ ગાડી અને વિવિધ લશ્કરી દળ સાથે ફરતો રહેતો હતો. કિરણ પટેલના સોશિયલ મીડિયામાં એવી મુલાકાતોના વીડિયો પણ મૂકતો હતો.તેનો ભાંડો ફૂટ્યો પછી હકીકતો પ્રકાશમાં આવી કે વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી બની લોકોને ઠગતો કિરણ પટેલ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેવાસી હતો. પોલીસે 3 માર્ચ 2023એ શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી. અને 16 માર્ચે જમ્મુ-કાશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી તે કસ્ટડીમાં છે. પોલીસ તપાસમાં તેણે કરેલી અનેક છેતરપિંડીઓનો રાફડો બહાર આવ્યો હતો.

  1. Ahmedabad Crime: કડકડાટ અંગ્રેજી બોલતો અને પોતાને હાઈપ્રોફાઈલ અધિકારી ગણાવતો મહાઠગ કિરણ પટેલ કોણ છે, જૂઓ
  2. Gujarat conman Kiran patel case: જાણો કિરણ પટેલની તપાસ ક્યાં સુધી પહોંચી?
  3. Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

ABOUT THE AUTHOR

...view details