ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : વડોદરાના સાવલીના મંજુસર ખાતે ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો, અફડાતફડીનો માહોલ સર્જાયો - બે જૂથ વચ્ચે પથ્થરમારો

વડોદરા જિલ્લાના મંજૂસરમાં ગણેશ વિસર્જન દરમિયાન અનિચ્છનીય ઘટના બની હતી. વાઘેલા ફળિયામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં અફડાતફડી મચી હતી.

Vadodara Crime : વડોદરાના સાવલીના મંજુસર ખાતે ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો, અફડાતફડીનો માહોલ સર્જાયો
Vadodara Crime : વડોદરાના સાવલીના મંજુસર ખાતે ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો, અફડાતફડીનો માહોલ સર્જાયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 12:08 PM IST

Updated : Sep 29, 2023, 3:33 PM IST

એકાએક પથ્થરમારો થયો

વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એકાએક પથ્થરમારો થયો હતો. જાણવા મળતી માહિતી મુજબ મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા મંજૂસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને થાળે પાડી હતી.

મંજુસર ખાતે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એકાએક બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું જેમાં કેટલાકને ઈજાઓ પહોંચી છે. પરંતુ હાલ તપાસ ચાલુ છે...ડી.કે.પંડયા (પીઆઈ, મંજૂસર પોલીસ સ્ટેશન)

બે જૂથ વચ્ચે ધીંગાણું :10 દિવસ શ્રીજીની શ્રધ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને અનંત ચૌદસના દિવસે અંતિમ દિવસે ઠેરઠેર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વડોદરાના મંજૂસર ગામમાં ગણેશ વિસર્જનની યાત્રા નીકળી હતી. ત્યારે એકાએક પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટના અંગે હાલમાં મંજૂસર પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પથ્થરમારામાં કેટલાક લોકોને ઈજાઓ : મંજૂસર ખાતે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ ઘટનાં બનતા મંજૂસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક મંજુસર પોલીસે ડીજે બંધ કરાવતા ‘જય શ્રી રામ’ના નારા સાથે આગમન યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. આ પથ્થરમારાની ઘટનામાં શ્રીજીની કેટલીક પ્રતિમાઓ પણ ખંડિત થઈ હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

મંજૂસર પોલીસ ઘટનાસ્થળે: મંજૂસર ગામમાં આવેલા વાઘેલા ફળિયામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારાના બનાવને કારણે અફડાતફડી મચી જવા પામી હતી. સમગ્ર ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે. તેમજ પથ્થરમારો કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે મંજૂસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

  1. Ganesh Mahotsav 2023: ગણેશ ચતુર્થીને દિવસે ટેમ્પામાંથી પટકાયેલા યુવાને ગણેશ વિસર્જનના દિવસે દમ તોડ્યો
  2. ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 11 લોકો દાઝ્યા
  3. Ganesh visarjan: દાહોદમાં ગણપતિની વિદાય સાથે ભાઈ બહેનની થઈ વિદાય, તળાવમાં ડૂબી જતાં મોત
Last Updated : Sep 29, 2023, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details