ગુજરાત

gujarat

By

Published : Feb 3, 2021, 2:39 PM IST

ETV Bharat / state

બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયોના ઘરેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હથિયારો જપ્ત કર્યા

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર અસલમને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી અસલમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાંથી છુરા સહિતના હથિયારો મળી આવ્યા હતાં.

Accused
Accused

  • વડોદરા બિચ્છુ ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો
  • બિચ્છુ ગેંગના મુખ્ય આરોપી અસલમ બોડિયાના ઘરે દરોડા
  • ક્રાઈમ બ્રાન્ચે હથિયારો કર્યા જપ્ત

વડોદરાઃ ગુજસીટોકના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને પકડવા માટે ચાર ટીમો બનાવી હતી. અગાઉ મહારાષ્ટ્ર નંદુરબાર દાહોદ વિવિધ સ્થળે ટીમો મોકલી હતી. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અસલમ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દરગાહમાં છુપાયેલો છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમે બોડેલી ખાતે આવેલા આશાપુરા દરગાહ ખાતે આશ્રય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જયાંથી ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અસલમ બોડિયાને ઊંઘમાં જ ઝડપી પાડયો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચને જોતા અસલમ બોડિયો સરન્ડર થઈ ગયો હતો.


અસલમ બોડિયાને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

ખંડણીખોર કુખ્યાત અસલમ બોડિયા તથા શોએબ અલી ઉર્ફે બાપુ સૈયદની તપાસ અધિકારી ડીએસ ચૌહાણ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓને આજે સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. ACP ડી.એસ ચૌહાણે કાયદામાં જોગવાઈ પ્રમાણે 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. આ મામલે પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડયાએ ધારદાર રજુઆત કરી હતી. અસલમ સામે આર્મ્સ એકટનો ગુનો નોંધાયો છે,જેથી નામદાર કોર્ટે આરોપીના પંદર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે અસલમ બોડિયાના ઘરે કરી છાપેમારી

શહેરના ગુનાખોરી આલમ પર રાજ કરવા માટે અસામાજિક તત્વો સાથે રાખીને બિચ્છુ ગેંગ ધરાવતાં કુખ્યાત અસલમ બોડિયાના ઘરે ક્રાઈમ બ્રાન્ચે દરાડો પાડ્યા હતાં. કુખ્યાત આરોપીના ઘરે તપાસ કરતા છરો સહિત હથિયારો મળી આવ્યા હતાં. શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઈમ કરતા અસલમ બોડીયા જમીન-મિલકતોના કાયદાની છટકબારીનો લાભ લેવાનું માર્ગદર્શન આપનાર પડદા પાછળના ચહેરાઓને નકાબપોષ કરવા ઉપરાંત લોકો પાસેથી બળજબરીપૂર્વક પડાવી લેતા હતાં. જે પૈસાથી વસાવેલી મિલકતોની તપાસ કરવા માટે એસઆઇટીના મુખ્ય ઇન્વેસ્ટિગેશન ઓફિસરે અસલમને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પંદર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ અનેક ચોંકાવનારા ખુલાસા કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details