- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના વધુ 3 આરોપી ઝડપ્યા
- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના કુલ 15 આરોપીને ઝડપી લીધા
- અસલમ બોડિયાને પકડવા 4 ટીમ બનાવવામાં આવી
વડોદરા : શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી બિચ્છુ ગેંગ છેલ્લા એક દાયકામાં 190 ગુના આચર્યા છે. નામચીન ખંડણીખોર અસલમ બોડીયાની લીડરશીપ માટે અનેક લોકો પાસેથી જમીન અને મકાનોના પચાવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પર્દાફાશ થયો છે. અસલમ બોડિયા સહિત 12 વોન્ટેડ આરોપીને પકડવા તેમજ સંગઠિત ગુના મૂળ સુધી તપાસ કરવા માટે 12 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ અન્ય 3 આરોપીને પકડીને નામદાર કોર્ટમાં રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપતા આરોપીઓનો કુલ આંક 15 પહોંચ્યો હતો.
વડોદરા શહેરમાં પ્રથમ વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં ક્રાઈમ આજથી બિચ્છુ ગેંગના છેલ્લા એક દાયકામાં 190 ગુના આચર્યા છે. બિચ્છુ ગેંગના 26 ગુંડાઓ સામે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. આ પૈકીના 15 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ખંડણી અસલમ બોડિયા સહિત 10 વોન્ટેડ છે. ગુજસીટોકના કાયદાની જોગવાઈ પ્રમાણે PI ઉપરના લેવલના અધિકારીઓ તપાસ કરી શકે તેમ હોવાથી ACP ડી. એસ. ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. ડી. એસ. ચૌહાણે દરેક આરોપીઓનું ક્રોસિં ઇન્ટ્રોગેશન કર્યું હતું. પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, બિચ્છુ ગેંગ ધાક-ધમકી આપી અને આર્થિક વ્યવહારો હવાલાઓ લઈને શહેરમાં અનેક મિલકતો પચાવી પાડી છે. લોકોની પચાવી પાડેલી મિલકતોની તપાસ કરવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઇ છે.