ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર સાથે 6ની કરી ધરપકડ - કાર સાથે 6 વ્યક્તિઓની કરી ધરપકડ

વડોદરા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર સાથે ટ્રાફિક બ્રિગેડના બે કર્મચારી સહિત 4 વ્યક્તિઓને રૂપિયા 6.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર સાથે 6 વ્યક્તિઓની કરી ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર સાથે 6 વ્યક્તિઓની કરી ધરપકડ

By

Published : Jan 30, 2020, 12:38 PM IST


વડોદરા: વડોદરા ક્રાઇમ બ્રાંચ તરફથી મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા જયરાજ પર્વત હઠીલા અને સંજય પ્રવિણ સોલંકી તેમના 2 સાગરીતો સુરેન્દ્ર બાબુ બરજોડ અને સુનિલ રમેશ કલારાએ દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. કાર ચાલક પોલીસ પીછો કરી રહી છે, તેવું અનુમાન લાગતા આરોપી કાર રસ્તા ઉપર જ મૂકીને ફરાર થઇ ગયો હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાંચે કારની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર સાથે 6 વ્યક્તિઓની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાંચે કાર અને દારૂને કબ્જે કરી લીધી હતી. જે બાદ તેઓએ તેમાંથી 24 દારૂની બોટલ અને રૂપિયા 3,94,500, બે મોબાઇલને કબ્જે કર્યા હતાં. ટોળકીએ વિદેશી દારૂનો જથ્થો ખંભાતના ઉદેલ ગામમાં હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાંચની માહિતીના આધારે ખંભાત રૂરલ પોલીસે ઉદલ ગામમાં સંજય સોલંકીના ઘરમાંથી રૂપિયા 1,65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details