ગુજરાત

gujarat

ETV Bharat / state

FAKE NEWS : ખોટી પોસ્ટ કરવા બદલ મહમ્મદ અબરાર મહમ્મદ હુસૈન શેખની ધરપકડ - વૈષ્ણોદેવી મંદિર વડોદરા

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી છે. જેથી સમગ્ર દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેવામાં વૈષ્ણોદેવી મંદિર બાબતની ખોટી માહિતી ફેસબુક પર પોસ્ટ કરનાર વાડીના મોહમ્મદ અબરારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે .

FAKE NEWS
ખોટી પોસ્ટ કરવા બદલ મહમ્મદ અબરાર મહમ્મદ હુસૈન શેખની ધરપકડ

By

Published : Apr 3, 2020, 7:22 PM IST

વડોદરા : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે હાલ સમગ્ર દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેવામાં કેટલાંક અસામાજિક તત્વો દ્વારા શાંતિપૂર્ણ માહોલને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા સાઇબર ક્રાઇમ (cyber crime) દ્વારા સોશિયલ મીડિયા પર સતત વૉચ રાખવામાં આવી રહી છે.

શહેરના વાડી મુગલવાડામાં રહેતા 35 વર્ષીય મહમ્મદ અબરાર મહમ્મદ હુસૈન શેખએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરબ્રેકીંગ ન્યૂઝ લખી પોસ્ટ મૂકી કે, "વૈષ્ણોદેવી મંદિર મેં ફસે લોગો કે ટેસ્ટ મેં 400 લોગો મેં 145 corona પીડિત અભી ભી ટેસ્ટ જારી હૈ”. તેવી ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી હોવાનું સાઇબર ક્રાઇમના ધ્યાને આવ્યું હતુ.

આ પ્રકારની પોસ્ટ મૂકી આફતના સમયે લોકોમાં ગભરાટ ઉભો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હતુ. જેથી ક્રાઇમ બ્રાન્ચે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster management act)સહિત અન્ય કલમો મુજબનો ગુનો નોંધી મહમ્મદ અબરાર મહમ્મદ હુસૈન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details