CMOના નામે રોફ જમાવનાર વિરાજ પટેલ સામે વધુ એક ફરિયાદ વડોદરા: CMOના નામે રોફ જમાવનાર વિરાજ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મુંબઈની મોડેલ સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ગોત્રી પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ હતી. અગાઉ CMOના નામે લોકો સાથે છેતરપીંડી કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
મુંબઈની મોડલ સાથે આચર્યું દુષ્કર્મ: કિરણ પટેલની જેમ CMOના નામે મોટો છેતરપીંડી લોકો સાથે કરી છે કે કેમ તે અંગે તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલમાં દુષ્કર્મના આરોપમાં ગોત્રી પોલોસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ અને અન્ય પ્રોસીઝર બાદ વિરાજ પટેલને ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવશે. ઠગાઈ બાબતે મુંબઈની મોડલને ગિફ્ટ સિટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. હાલ સુધીમાં વિરાજ પટેલ સામે બે ફરિયાદ નોંધાઇ હતી.
આઇડેન્ટિટી કાર્ડ માંગતા ફુટ્યો ભાંડો: CMO ઓફિસનો માણસ હોવાની માહિતી આપી રોફ જમાવનાર વિરાજ પટેલને વડોદરા ગોત્રી પોલોસે દબોચી લીધો છે. પોલીસ પણ એકવાર મૂંઝવણમાં પડી ગઈ કારણ કે તેણે પોતે સીએમઓ તરફથી આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે જ્યારે તેનું આઇડેન્ટિટી કાર્ડ માંગ્યું અને તેનું પાન કાર્ડ ચેક કર્યું ત્યારે સમગ્ર મામલાનો ખુલાસો થયો છે.
હું CMO ઓફિસનો માણસ છું:પોલીસ વાસણા ભયલી રોડ નિલંબાર ચાર રસ્તા પાસે આવેલા PVR માલ્ટીપ્લેક્સમાંથી વરદી મળતા જ ત્રાટકી અને આ ઠગને ઝડપી પાડ્યો હતો. તેની સામે છેતરપીંડી અંગેની ફરિયાદ ગોત્રી પોલોસ મથકમાં નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં PSI આર. એન. બારીયાએ પોતે ફરિયાદી બન્યા હતા, જે અનુસાર ટેલિફોનિક સુચનાના આધારે PVR સિનેમા, નિલામ્બર સર્કલ પાસે સ્ટાફના લોકો પહોંચ્યા હતા. જ્યાં સિનેમાના અંદરના ભાગે ઝગડો થતો હતો. ત્યાં હાજર વિરાજ પટેલે જણાવ્યું કે, હું CMO ઓફિસનો માણસ છું, હું અને ફરહાના ઉર્ફે માહી ખાન ઇઝહાર શેખ ફિલ્મ જોવા આવ્યા હતા. અમારી સાથે પ્રદીપ નાયર ઝગડો કરે છે. તે આધારે વિરાજ પટેલ, પ્રદીપ નાયર તથા ફરહાના શેખને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. વધુ તપાસ કરવામાં આવતા ઠગબાજ હોવાનું સામે આવ્યું હતું.
અટક બદલી રોફ જમાવતો: પોલીસ દ્વારા વિરાજ પટેલની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, હું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રેસિડેન્ટ છું. મારી સાથેના ફરહાના ઉર્ફે માહી ખાનની બ્રાન્ડ એમ્બેસેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેને ઉર્વશી સોલંકી તથા તેના માણસો જક્ષય શાહ તથા અન્ય દ્વારા ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેટરમાંથી નીકળી જવા ધમકી મળી રહી છે. જેથી અમે ચાર દિવસથી હોટલ વિવંતામાં રોકાયેલા છે. જે બાદ પોલીસે તેની પાસે આધાર કાર્ડ માંગ્યું હતું. જેમાં નામ વિરાજ અશ્વિનભાઈ પટેલ (રહે. પૃથ્વી હોમ્સ, સરગાણ, ગાંધીનગર) હોવાનું જોવા મળ્યું હતું. પછી પાસે રહેલા પાનકાર્ડમાં જોતા તેનું નામ વિરાજ અશ્વિનભાઈ શાહ હતું. જે અંગે પૂછતાં શાહ અટકનું ખોટું પાનકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું.
Surat Marijuana Seized: પતરાની રૂમમાં સંતાડ્યો લાખોનો ગાંજો, આ રીતે પોલીસે ઝડપ્યો
મોડલ સાથે દુષ્કર્મ આચર્યું:આ સમગ્ર મામલે દેશભરમાં કિરણ પટેલ બાદ CMO ઓફિસના નામે લોકો સામે રોફ જમાવનાર ઇસમને પોલીસે દબોચી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેના દાવા પ્રમાણેની CMO ઓફિસમાં તેની ઓળખની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેના નામનો કોઈ પણ વ્યક્તિ ન હોવાનું સામે આવ્યું હતું. આખરે ખોટા નામના દસ્તાવેજી પુરાવા ઉભા કરી ઓળખ પત્ર બનાવી તથા CMO ઓફિસની ખોટી ઓળખ આપનાર વિરાજ અશ્વિનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેણે અનેક લોકોની સામે છેતરપીંડી આચરી હોઈ શકે છે. હાલમાં ગોત્રી પોલીસે ઠગાઈ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
JEE Mains Result: સુરતના વિદ્યાર્થીએ જેઈઈ મેઈન્સ સુરત ટોપર બન્યો, ઓલ ઇન્ડિયામાં પણ આ રેન્ક
કિરણ પટેલ પાર્ટ ટુ :ઉલ્લેખનીય છે કે, અગાઉ PMOના નામે અનેક લોકો સાથે ઠગાઈ આચરનાર અને સરકાર સામે છેતરપિંડી કરનાર મહાઠક કિરણ પટેલને ઝડપી કાર્યાવહી કરવામાં આવી છે. ફરી એકવાર CMOના નામે વિરાજ પટેલ દ્વારા પણ આ જ પ્રકારે અનેક લોકો સાથે રોફ અને છેતરપિંડી થઈ છે કે કેમ? કિરણ પટેલ દ્વારા રચવામાં આવેલ ષડ્યંત્ર અને વિરાજ પટેલ બંને એક સમાન લાગતા હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે. જેથી કિરણ પટેલ પાર્ટ ટુ હોય તેવું લાગી રહ્યું છે. આ બંને ઈસમો CMO અને PMOના નામે છેતરપિંડી આચરનાર શું એકબીજા સાથે સંકળાયેલા છે કે કેમ? કિરણ પટેલની જેમ વિરાજ પટેલે કોની સાથે અને ક્યારે કોઈ છેતરપીંડી કરી છે કે કેમ? તે અંગે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.