વડોદરા : મોસ્ટ વોન્ટેડ અને 11 માસ અગાઉ છોટાઉદેપુરમાં બનાવટી ચલણી નોટોના ગુન્હામાં સંડોવાયેલ અને પોલીસ જાપ્તામાંથી ફરાર અનિલ ઉર્ફે એન્થોની પર વધુ એક ગુનો નોંધાયો છે. એન્થોનીએ પોલીસ જપ્તામાંથી ફરાર થયા બાદ ખોટા આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનો ગુનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
અંગઝડતીમાં મળ્યાં હતાં ખોટા દસ્તાવેજો : અનિલ ઉર્ફે એન્થોનીની વડોદરા ડીસીબી પોલીસ તપાસ કરી રહી હતી. જે સંદર્ભે છેલ્લા અગિયાર માસથી નાસતા ફરતા આરોપીને શહેરના નેશનલ હાઇવે સયાજીપુરા નાકા પાંજરાપોળ પાસેથી પંચોની હાજરીમાં ડીસીપી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી અનિલ ઉર્ફે એન્થોનીેની આ દરમિયાન તપાસ કરતાં અંગઝડતીમાં 2 પિસ્તોલ, 5 કરતુસ બે મોબાઈલ રોકડ સાથે આધાર કાર્ડ અને પાનકાર્ડ મળ્યાં હતાં.
આ પણ વાંચો Vadodara Crime News ઇનામી આરોપી અનિલ ઉર્ફે એન્થોની ઝડપાયો, સાથે મળ્યાં ઘાતક હથિયારો
નકલી આધાર કાર્ડ પાનકાર્ડ : આ અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી પાસેથી કબજે લેવામાં આવેલા આધારકાર્ડ અને પાનકાર્ડ જોતા બંને ફોટો આરોપીના હોવાનું સામે આવ્યું હતું. પરંતુ બંને ડોક્યુમેન્ટ પર નામ મહેશ સિંધાનિયાનું હોવાથી પ્રાથમિક માહિતી સામે આવી હતી. જેથી અનિલ ઉર્ફ એન્થોનીના આ બંને ડોક્યુમેન્ટ બનાવટી હોવાનો જાણવા મળ્યું હતું. વધુ તપાસ દરમ્યાન પાનકાર્ડ આયકર વિભાગમાં તેની ખરાઈ કરવામાં આવી હતી.
ખરાઇ ન થઇ શકી : આ દસ્તાવેજની ખરાઇમાં તે માન્ય ન હોવાનું આયકર વિભાગ દ્વારા જાહેર કરાયું હતું. એન્થોની મુલચંદ ગંગવાણી રહે વડોદરાની પાસેથી મળી આવેલા આ આધારકાર્ડ અને પાનકાર્ડ અન્ય વ્યક્તિના નામના હોવાથી અને બંને પર ફોટા આરોપીના હતાં. પૂછપરછ દરમ્યાન આરોપી છોટાઉદેપુર ખાતે જેલમાં બનાવટી ચલણી નોટોના ગુનામાં હતો, ત્યારબાદ વડોદરા ખાતેથી પોલીસ જપ્તામાંથી 11 મહિના પહેલા ભાગી ગયો હતો.
આ પણ વાંચો પોલીસ વાતો જ કરતી રહી ને કુખ્યાત આરોપી એક્ટિવા પર બેસીને આ રીતે થઈ ગયો ફરાર, જૂઓ
આર્થિક લાભ માટે ઉપયોગ : ફરાર આરોપી અનિલ ઉર્ફે એન્થોનીની પોલીસ શોધખોળ કરતી હોવાથી તે પકડાઈ ન જાય તે માટે પોતાની ઓળખ છુપાવવા માટે તેના પોતાના ઓળખીતા સોનુ બિશ્નોઇ (રહે. ઉદેપુર મૂળ સાંચોર રાજસ્થા) ની પાસે પોતાના ફોટા સાથેનું સન્ની મહેશ સિંધાનિયા નામનું બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી ઉપયોગ કરતા બંને સામે ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા : આરોપી અનિલ ઉર્ફે એન્થોની પોતાની ઓળખ છુપાવી પોતાની ઓળખનો દુરુપયોગ કરી વિવિધ જગ્યાએ ટ્રાવેલિંગમાં ઓળખ આપવી સાથે જ વિવિધ નામ ધારણ કરી અન્ય જગ્યાઓ પર રહેવું તેમ જ મોબાઈલ ખરીદવામાં પણ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ખરીદી કરી ગુન્હો આચર્યો હતો. જેના આધારે અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી સામે અગાઉ છોટાઉદેપુર ખાતેના બનાવટી ચલણી નોટોના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન વડોદરા ખાતેથી પોલીસ જપતામાંથી ફરાર થઈ ગયા બાદ પોલીસની ધરપકડ, સાચી ઓળખ છુપાવવાના બદઇરાદે આ પ્રકારની ખોટી ઓળખ ઉભી કરી દસ્તાવેજ બનાવી દુરુપયોગ બદલ અનિલ ઉર્ફે એન્થોની અને વોન્ટેડ સોનુ બિશ્નોઈ સામે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરવા બદલ ડીસીબી ક્રાઈમે આ બંને ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.