ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : વડોદરા આજવા નિમેટા કેનાલમાં અગમ્ય કારણોસર યુવક યુવતીએ ઝંપલાવ્યું, યુવતીનું કરાયું રેસ્ક્યૂ - યુવક યુવતીએ ઝંપલાવી દીધું

આજવા નિમેટા પાસેની કેનાલમાં કોઇ કારણસર યુવક યુવતીએ ઝંપલાવી દીધું હતું. રહીશોએ જાણ કરતાં સ્થાનિક તરવૈયાઓએ બંનેને બચાવવા પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીને બચાવી લેવાઇ હતી.

Vadodara Crime : વડોદરા આજવા નિમેટા કેનાલમાં અગમ્ય કારણોસર યુવક યુવતીએ ઝંપલાવ્યું, યુવતીનું રેસ્ક્યૂ
Vadodara Crime : વડોદરા આજવા નિમેટા કેનાલમાં અગમ્ય કારણોસર યુવક યુવતીએ ઝંપલાવ્યું, યુવતીનું રેસ્ક્યૂ

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 5:30 PM IST

યુવકનું મોત યુવતીનું રેસ્કયૂ

વડોદરા : આજવા નિમેટા પાસેથી પસાર થતી એક કેનાલમાં યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં લોકોમાં ભારે ચર્ચા જામી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી આરંભી દીધી હતી. સ્થાનિક રહીશોએ સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે આવી તેઓને બચાવી લેવાના પ્રયત્ન કર્યા હતાં. તરવૈયાઓએ યુવતીને બચાલી લેવામાં સફળતા મેળવી પરંતુ યુવકનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

યુવતીને હોસ્પિટલ લઇ જવાઇ : આજવા નિમેટા કેનાલમાં વહેલી સવારેના સમયે આ યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ યુવતીને બચાવી બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દોડી આવી હતી. શોધખોળના અંતે ફાયરના લાશ્કરોએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બચાવી લેવામાં આવેલી યુવતિને 108 એમ્બ્યૂલન્સ મારફતે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવને લઇ વાઘોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા નિમેટા રોડ ઉપર એક કેનાલમાં યુવક અને યુવતીએ ઝંપલાવ્યું હતું. જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી આરંભી દીધી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે અને હાલ તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેની તબિયતમાં સુધારો થયા બાદ આગળની કાર્યવાહી આરંભી દેવામાં આવશે...શિવરાજભાઈ(પીએસઓ, વાઘોડીયા પોલીસ)

કેનાલોને સુરક્ષિત કરવા માગણી : વાઘોડિયા રોડ ઉપર અવારનવાર આ કેનાલમાં પડી જવાના કે ડૂબી જવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે કેનલો એક તરફ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ બીજી તરફ જોઈએ તો આ કેનાલોના કારણે અવારનવાર કેટલાય લોકો તેનો ભોગ બનતા આવ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલોને સુરક્ષિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

યુવક યુવતીની ઓળખ : યુવતીને બહાર કાઢ્યા બાદ તેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ યુવકનો પત્તો લગાડવા માટે ફાયર બ્રિગેડ કામે લાગી હતી. જેમાં ટૂંકા ગાળામાં જ ફાયર બ્રિગેડના જવાનોએ યુવકનો મૃતદેહ શોધી લીધો હતો. હાલ યુવકની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી યુવતીની ઓળખ ડિમ્પલ રાઠવા (ઉ. 18) તરીકે હોવાનું સામે આવ્યું છે. અને તેણી આજવા રોડ વિસ્તારમાં રહે છે. આ અંગેની વધુ માહિતી જાણવા માટે પોલીસ દ્વારા મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવતી ભાનમાં આવ્યા બાદ આ અંગે વધુ માહિતી સામે આવી શકશે.

  1. Patan News: માતાએ બે વર્ષની પુત્રી અને પ્રેમી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી
  2. Botad News: બોટાદના સેંથળી ગામે 4 યુવાનો કેનાલમાં ડૂબ્યા
  3. Vadodara Crime: વેપારીનો મૃતદેહ હાલોલ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો, સુસાઇડ નોટના આધારે ત્રણ ઈસમો સામે ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details