વડોદરા : વડોદરા કોર્ટ દ્વારા સોળ વર્ષ પહેલાં ચાંપાનેરમાં થયેલા કોમી રમખાણ કેસમાં ચુકાદો આપી દેવામાં આવ્યો છે. વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે વર્ષ 2006 દરમિયાન દરગાહના દબાણના પ્રશ્નને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવા બાબતે હિન્દુ મુસ્લિમ કોમીના ટોળાએ આમનેસામને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારમાં બંદોબસ્તમાં મુકાયેલા પોલીસકર્મી સહિત અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં નવાપુરા પોલીસે 18 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. જેના સંદર્ભે અદાલતે 18 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.
પોલીસના બે વાહનો 16 વર્ષથી અહીં છે કઇ કલમ હેઠળ ગુનો : વર્ષ 2006માં થયેલા આ કોમી છમકલાંમાં બંને પક્ષના લોકો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાય લોકોને ઇજાઓ પહોંચી હતી. આ કોમી તોફાનમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. આ સંદર્ભે નવાપુરા પોલીસે રાઇટિંગ પ્રોપર્ટી ડેમેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો વડોદરામાં ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં ચાકુની અણીએ લૂંટ
સ્પષ્ટ પુરાવા ન મળ્યાં : આ કેસની સુનાવણી હાથ ધરાવતા ફરિયાદ પક્ષે પી.પી.આર.આર પુરોહિત તથા આરોપી પક્ષના વકીલ એ એ શેખે દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી સાથે 24માં એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બકુલભાઈ વી વસાવાએ રજૂ કરવામાં આવેલ પુરાવાઓથી આરોપીઓએ મંડળી બનાવી હોય અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કરી હોય તેવા સ્પષ્ટ પુરાવા મળેલ ન હતાં. જેના આધારે પથ્થરો ફેંકવાની હકીકતો પણ પુરવાર થઈ નહોતી. આ કેસમાં માત્ર પોલીસની જુબાની પર આધારિત રાખી આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં. જેથી કરી આ તમામ 18 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતાં.
વાહનોના હટાવવા રજૂઆતો થઇ હતી પોલીસ વાહનો હટાવવા માંગ : શહેરના ચાંપાનેર દરવાજા વિસ્તારમાં આવેલ આ દરગાહને દૂર કરવા બાબતે થયેલ તોફાન બાદ પોલીસના બે વાહનો છેલ્લા 16 વર્ષથી તે સ્થળે જોવા મળી રહી છે. આ અંગે વડોદરા શહેરના પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયૂર રોકડીયા દ્વારા વિધાનસભા ગૃહમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચુકાદા બાદ પડેલ પોલીસ વાહનોને ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી હટાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સાથે આસપાસ રહેલ વેપારીઓની પણ માગ છે કે તે અહીંથી હટાવવામાં આવે જેથી ધંધા પર તેની અસર ન વર્તાય.
આ પણ વાંચો Gujarat Riots કાલોલ 2002 કોમી રમખાણ કેસનો આખરે આવ્યો નિવેડો, કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
નિર્દોષ છૂટેલા આરોપીઓ : આ ચુકાદામાં આરોપીઓમાં 1) યાકુબહુસેન ઉર્ફે બાબુ હજામ મહંમદ હુસેન ખલીફા,2) પીન્ટુ રજનીકાંત ખારવા, 2) ઈસ્માઈલ રમજાનમિયા શેખ (એબેટ થયેલ છે), 4) રસુલ ઉર્ફે લઠઠો ઇબ્રાહીમભાઇ પઠાણ, 5) અખતિયારખાન ઉર્ફે લલુ ઈબ્રાહીમભાઇ પઠાણ, 6) રજનીકાંત ઉર્ફે મુન્નો ભઈલાલભાઈ ખારવા, 7) રાજેશ ઉર્ફે બટકો ભાઈલાલ ચૌધરી, 8) રાજેશ ઉર્ફે ધોબી પ્રતાપભાઈ લુનકર, 9) જીગ્નેશભાઈ લોમેશભાઈ ખુટવડ,10) અરુણ પ્રકાશભાઈ ખારવા, 11) સુનિલ ઉર્ફે કાલુ સુમનભાઈ ખારવા, 12) ચેતનભાઇ મગનભાઈ ખારવા,13) લોમેશ ભાઈ સાહેબ ખારવા (એબેટ થયેલ છે), 14) સુનિલભાઈ બાબુભાઈ કહાર, 15) બંટી પ્રમોદભાઈ ખારવા, 16) ઘનશ્યામભાઈ રજનીકાંત ખારવા, 17) સુનિલ ઉર્ફે ગેડીયો નરેન્દ્રરાવ ધાડગે,18) ગૌતમભાઈ નરેન્દ્રરાવ ધાડગેનો સમાવેશ થાય છે. આ તમામ રહે વડોદરાને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટે જારી કરેલ હુકમ: અદાલતે જાહેર કરેલ હુકામમાં ફોજદારી કાર્યરીતિ સહિતાની કલમ 248(1) અન્વયે ભારતીય દંડ સહિતની કલમ 143, 147, 149, 152, 188, 336, 337, 427 તથા પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ 3,5,7 મુજબ શિક્ષને પાત્ર ગુનામાં નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. દરેક આરોપીએ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 437 (ક) અનવે અપીલ સમય સુધીના રૂપિયા 5000 પુરાના જમીન તથા જાત મુચરકો લેવામાં આવે છે. સાથે સદર કામે કબજે લીધેલ મુદ્દામાલ અપીલ પ્રિયડ બાદ નાશ કરવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવે છે.