ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 10 કરોડનું ફૂલેકું ફેેરવનારા 'મિસ્ટર નટવરલાલ'ના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર - વડોદરા છેતરપિંડી આરોપી

વડોદરામાં 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા (Vadodara fraud accused) આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આ મામલે તલસ્પર્શી તપાસ માટે ક્રાઈમબ્રાન્ચે (Vadodara Crime Branch) વધુ રિમાન્ડની માગણી કરતા કોર્ટે આરોપી કલરવ પટેલના 5 દિવસના રિમાન્ડ (Vadodara Court sanctioned remand of Froud) મંજૂર કર્યા હતા.

વડોદરામાં 10 કરોડનું ફૂલેકું ફેેરવનારા 'મિસ્ટર નટવરલાલ'ના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરામાં 10 કરોડનું ફૂલેકું ફેેરવનારા 'મિસ્ટર નટવરલાલ'ના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર

By

Published : Dec 30, 2022, 3:18 PM IST

વડોદરાશહેરના નાગરિકોને એક કા ડબલની લાલચ આપી 10 કરોડ રૂપિયાનુું ફુલેકું ફરાવનારા આરોપીને વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી કલરવ પટેલે વર્ષ 2007માં નાગરિકો પાસેથી નાણાનું રોકણ કરાવ્યું હતું. સાથે જ 1,500 લોકોને તેણે ત્રણ મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આવી હતી. ત્યારબાદ આરોપી વિદેશ ભાગી ગયો હત. ત્યારે આખરે 15 વર્ષ પછી રેડકોર્નર નોટિસના આધારે પરત આવતા મુંબઈ એરપોર્ટથી વડોદરા ક્રાઈમબ્રાન્ચે (Vadodara Crime Branch) તેને ઝડપી પાડ્યા હતા.

કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ક્રાઈમબ્રાન્ચે (Vadodara Crime Branch) આ કુખ્યાત આરોપી કલરવ પટેલને રિમાન્ડ (Vadodara Court sanctioned remand of Froud) માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. તો કોર્ટે 5 દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે કસ્ટડીમાં (Vadodara fraud accused) ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. આ સાથે જ આટલા વર્ષ સુધી તે કોના સંપર્કમાં રહ્યો અને આ પૈસા લઈને ગયા બાદ કોઈ અન્ય વ્યક્તિ પણ સંડોવણી છે કે, કેમ સહિતના અનેક મુદ્દાઓને લઇ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે.

તાન્ઝાનિયામાં સરકારને 694 મિ.ડો ફુલેકુવડોદરામાં 10 કરોડનું ફુલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયેલા કુખ્યાત કલરવ પટેલે અન્ય ભારતીય મૂળના કમલ આશર સાથે મળી આંતરરાષ્ટ્રીય કોલ ડાઈવર્ટ કરવાનું કૌભાંડ આચર્યું હતું. તાન્ઝાનિયા સરકારને 694 મિલિયન ડોલરનું (Damage to the Tanzanian government) નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ત્યાંની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને કલરવ તથા કમલને રકમ ભરપાઈ કરવાનો આદેશ (Vadodara fraud accused) કર્યો હતો. વડોદરા આવેલા કલરવ પટેલને અચાનક છાતીમાં દુખાવો થતા એસેસજી હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) દાખલ કરાયો હતો અને તબિયત સુધરતા જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલોવડોદરામાં વર્ષ 2005માં કલરવ વિનોદભાઈ પટેલ (રહે. અમરાવતી સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા)એ અલકાપુરીના આર. સી. દત્ત રોડ પર આવેલ પ્રિમીયર ચેમ્બર્સમાં વાઇઝ એડવાઇઝ નામની ફાયનાન્સ કંપની શરૂ કરી હતી. તેમાં ત્રણ (Vadodara fraud accused) મહિનામાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ બનાવી લોકોને લાખો રૂપિયાની રકમનું મૂડીરોકાણ કરાવ્યું હતું અને તે રૂપિયા પરત પણ કર્યા હતા. ત્યારબાદ કલરવ પટેલે જુલાઈ 2006માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન કરી ઓક્ટોબર 2006માં દિવાળી સ્પેશ્યલ નામની નવી સ્કીમ મુકી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ ઉપરાંત 25 ટકા બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમ જ રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાન, વિન્ટર પ્લાન સ્કીમમાં નાણાં રોકાણ કરનારને ત્રણ ગણા નાણા આપવાની સ્કીમ બનાવી તે સ્કીમમાં 1,500 જેટલા સભાસદો પાસેથી અંદાજે 10 કરોડ જેટલી રકમ એકત્ર કરી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચોસોશિયલ મિડીયામાં દર્દભરી વાતો કરીને લાખો ખંખેરતા નાઇઝીરિયન

વર્ષ 2007માં ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદઆરોપી કલરવ પટેલે લોકોને રૂપિયા પરત ન કરવા પડે તે માટે 17 જાન્યુઆરી 2007ના રોજ રોકાણકારોને મેસેજ કર્યો હતો કે, પોતે પૈસા સાથે પકડાઈ ગયો છે. તેને દિલ્હી લઇ જવામાં આવી રહ્યો છે અને ગુનો ગંભીર છે તમામ લોકો કાળજી રાખજો. આવો SMS મોકલી કલરવ પટેલ વડોદરા છોડી ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે કલરવ પટેલ સામે વર્ષ 2007માં ક્રાઈમબ્રાન્ચમાં (Vadodara Crime Branch) છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.

આખરે ક્રાઈમબ્રાન્ચે દબોચ્યોછેલ્લા 15 વર્ષથી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી વડોદરાના નાગરિકોને છેતરી ફરાર થયેલા કલરવ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) આરોપી કલરવ પટેલને વડોદરા લઇ આવી છે અને તેનો કોરોના રિપોર્ટ કરી આ ગુના અંગે વધુ પૂછપરછ માટે કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details