વડોદરા આરોગ્યશાખા દ્વારા બીજે દિવસે પણ અખાદ્ય પાણીપુરી વિક્રેતાઓ સામે તવાઈ વડોદરા: શહેરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. આ સ્થિતિ વધુ ન વણસે તે માટે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ પાલિકાની ખોરાક શાખા દ્વારા પાણીપુરી વિક્રેતા પર દરોડા પાડી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું હતું. બે દિવસમાં કુલ 402 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
સતત બીજા દિવસે કાર્યવાહી: વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોની ચાર ટીમો બનાવીને શહેરના ચારે ઝોનમાં અખાદ્ય પદાર્થો વેચનારા પાણીપૂરી વેચતા અને બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી ગઈ કાલે 200 કોલો જેટલો અખાદ્ય પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સતત બીજા દિવસે પણ આ ચેકીંગ યથાવત રાખવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપૂરી વેચતા અને બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી અખાદ્ય પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
નાશ કરાયો:આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 47 પાણીપુરી બનાવતા યુનિટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કામગીરી દરમિયાન 132 કિલોગ્રામ અખાદ્ય પદાર્થ તેમજ 70 લીટર પાણીપુરીનું પાણીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે 08 ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારવામાં આવી હતી. શહેરના તાંદલજા, કોતર તલાવડી, ખુશ્બુનગર, નસીબનગર,શ્રીનગર, છાણી કેનાલ રોડ, ક્રિષ્નાનગર, ટીપી 13 ,માંજલપુર, સાઈનાથ નગર, દરબાર ચોકડી, વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને અખાદ્ય જથ્થાને સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.
"ખાસ કરીને વડોદરા શહેરમાં પાણીપુરી બનાવતા વેપારીઓના જે એરિયા છે જેમાં પરશુરામ ભઠ્ઠો, ઉકાજીનો વાડીયો, બ્રહ્માજીનગર આ એરિયામાં પાણીપુરી બનાવતા વેપારીઓ હોય છે. હાલમાં શહેરમાં ઝાડા-ઉલટી,કમળા ,ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. એ અનુસંધાને આ લોકોને ત્યાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનહાઈજનીક કન્ડિશનમાં જે બનાવતા હતા અને ખરાબ ક્વોલિટીનો હતો. તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને અત્યારે તેઓને બંધ કરવામાં આવ્યું છે. પકોડી બનાવતા હશે અને તે અનહાઈજનીક કન્ડિશનમાં હશે તો તે કોઈ પણ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાણીપુરી પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે વેચતો હશે અને અનહાઈજનીક કન્ડિશનમાં હશે તો તેને અમે બંધ કરાવી દઈશું-- ડો.મુકેશ વૈદ્ય (આરોગ્ય વિભાગના અધિક અમલદાર)
સુધીની કાર્યવાહી:આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ઋતુજન્ય રોગચાળાને અંકુશમાં રાખવા માટે ખોરાક શાખા દ્વારા પાણી-પૂરીના વિક્રેતાઓની ત્યાં ચેકીંગની કાર્યવાહી આજે બીજા દિવસ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ કાર્યવાહી આગામી 10 થી 15 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. જે પાણી-પૂરીના વિક્રેતાઓ છે, તે વિક્રેતાઓની ત્યાંથી અખાદ્ય બટાકા, ચણા, ચટણી, લોટ મળી આવશે તે વિક્રેતાઓના પાણી-પૂરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સાથે સ્વચ્છતાને લઈ રુલ પ્રમાણે શિડયુલ 4 મુજબ નોટિસ આપવામાં આવી રહી છે. આ સાથે યોગ્ય સુધારો ન આવે તો નોટિસ અને ત્યારબાદ લાઇસન્સ રદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
- Vadodara News : વડોદરામાં પાણીપુરી બનાવાતા સ્થળ પરથી 200 કિલો અખાદ્ય જથ્થાનો તંત્રએ નાશ કર્યો
- Vadodara News : અંગ્રેજીનું વધતું પ્રભુત્વમાં વડોદરામાં માત્ર એક જ શાળા ચાલુ, મરાઠી માધ્યમની સ્કૂલોનો યુગ અસ્તાચળ તરફ