વડોદરા કોર્પોરેશનનો તંગ હાલ: સરકારી ઓફિસોના ન ચૂકવાયેલ વેરાનો આંકડો 22 કરોડ કે 44 કરોડ? - Property tax
કોર્પોરેશન આર્થિક સકંટનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ કોર્પોરેશન માટે સરકારી ઓફિસોના કરોડો રૂપિયાના બાકી વેરાની ઉઘરાણી પડકારજનક બની ગઈ છે. તેવામાં ઉઘરાણીમાં બાકી વેરાની રકમ છુપાવવામાં આવતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
વડોદરા કોર્પોરેશન તંગ હાલ: સરકારી ઓફિસોના ન ચૂકવાયેલ વેરાનો આંકડો 22 કરોડ કે 44 કરોડ?
વડોદરાઃ કોઈપણ કોર્પોરેશનની જવાબદારી સમગ્ર શહેરનું યોગ્ય સંચાલન અને શહેરીજનોને યોગ્ય સુવિધા આપવા માટેનું હોય છે, ત્યારે આ જ સુવિધાઓ અને યોગ્ય સંચાલનના અવેજમાં કોર્પોરેશન શહેરની રહેણાંક, વ્યાવસાયિક અને સરકારી મિલકતો પાસે વેરા વસૂલાત કરતી હોય છે.
જોકે વડોદરા કોર્પોરેશન બાકી વેરાની સૌથી ચોંકાવનારી બાબત તો ત્યારે સામે આવી જ્યારે કોંગ્રેસી કોર્પોરેટરે સમગ્ર મામલે ખુલાસા કર્યા હતાં. કોંગી કોર્પોરેટર ચિરાગ ઝવેરીના જણાવ્યાં પ્રમાણે સેવા સદનના એકાઉન્ટ વિભાગ અને વેરા વસુલાત અધિકારી પાસે તેમના દ્રારા માગેલી માહિતીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. એક તરફ વેરા વસૂલાત અધિકારી ૨૨ કરોડ જેવી રકમના વેરા વસૂલવાના બાકી હોવાનુ જણાવી રહ્યાં છે, ત્યારે એકાઉન્ટ વિભાગ ૪૪ કરોડ જેવી બાકી રકમના વેરાની વિગતો આપી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે વેરા વસૂલાતની કામગીરી દરમિયાન કેટલીક વખત એવા કિસ્સા સામે આવે છે કે જેમાં કેટલીક રહેણાંક મિલકત અને કોમર્શિયલ મિલકતના માલિકો દ્વારા કોર્પોરેશન વેરા ભરપાઇ નથી કરાતા, ત્યારે સદન આવી મિલકતોના વહીવટદારો સામે લાલ આંખ કરીને કડકાઈથી વેરા વસૂલાત કરે છે, ત્યારે સરકારી કચેરીઓના કરોડો રુપિયાની વેરા વસુલાતમાં શા માટે ઢીલાશ રાખવામાં આવી રહી છે.એક તો વડોદરા કોર્પોરેશન શહેરની કેટલીક સરકારી મિલકતોને બાકી વેરાને લઈને કરોડો રૂપિયાના આંકડા જણાવી રહી છે, ત્યારે આ કરોડો રૂપિયાના હીરા વસૂલવામાં કોર્પોરેશનનું તંત્ર શા માટે નરમાશ દાખવી રહ્યું છે. તે પણ એક મોટો સવાલ છે.