ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરા કોર્પોરેશન સફાળું જાગ્યું, કરી આવી કામગીરી

વડોદરામાં બે દિવસમાં ગેરકાયદેસર 60 થી (Vadodara News) વધુ ચિકન મટન શોપ સીલ કરવામાં આવી છે. 15 દિવસમાં 729 રખડતા ઢોરને તંત્રએ પકડ્યા છે. તંત્રએ 15 પશુપાલકો સામે ફરિયાદ પણ નોંધાવી છે.

Vadodara News: વડોદરા કોર્પોરેશન સફાળું જાગ્યું, કરી આવી કામગીરી
Vadodara News: વડોદરા કોર્પોરેશન સફાળું જાગ્યું, કરી આવી કામગીરી

By

Published : Feb 2, 2023, 3:54 PM IST

વડોદરા:મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે. હાઇકોર્ટના આકરા વલણ બાદ ગેરકાયદેસર ચિકન મટનની શોપ પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ગેરકાયદેસર ચાલતી ચિકન મટનની શોપ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદેસર ચાલતી 60થી વધુ ચિકન-મટનની શોપો સીલ કરવામાં આવી છે. રખડતા ઢોરને લઈ 15 દિવસમાં 729 ઢોરને પકડી લેવામાં આવ્યા છે.

રખડતા ઢોરને લઈ 15 દિવસની કામગીરી:વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 16 જાન્યુઆરીથી લઈ આજ દિન સુધી 729 રખડતા ઢોરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાંથી 78 આખલા છે. ગેરકાયદેસર પશુવાળાઓમાં બાંધકામ કરનાર કુલ 27 પશુ વાળાઓને દૂર કરવામાં આવ્યા છે. 179 ગેરકાયદેસર પશુવાડાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગેરકાયદેસરવાળાના ડ્રેનેજ પાણી કનેક્શન કાપવા માટે 821 પશુપાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગેરકાયદેસર વાડામાં ડ્રેનેજ પાણીના કનેક્શન 32 જેટલા દૂર કરાયા છે.પાલિકા દ્વારા 1488 પશુઓનું ટેકીંગ કરવામાં આવેલું છે. 351 પશુઓને ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. રખડતા ઢોર ને લઈ 15 પશુપાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કામગીરીમાં 13,500 નો દંડ વસૂલાયો છે. શિફ્ટિંગમાં કુલ 351 અને બે પશુઓને છોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો Usury case Vadodara: ગોરવા વિસ્તારમાં વેપારી વ્યાજના ચક્કરમાં ફસાયો, કંટાળીને પોલીસને કરી જાણ

ખેર નથી:વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈ મૂળ માલિક સુધી પહોંચવા માટે રખડતા ઢોર ટેગીંગ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેના માલિક સુધી પહોંચી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. શહેરના વિવિધ રોડ રસ્તા પર આવેલ ડિવાઈડર પર લોકો ગેરકાયદેસર એઠવાડ નાખવામાં આવે છે તે એઠવાડ ખાવા પશુઓ આવતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાતી હોય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવા લોકો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરી આવા લોકો સામે આવી કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવાનો આ એક અનેરો પ્રયાસ છે.

આ પણ વાંચો Vadodara land scam: જમીન કૌભાંડમાં હવે છૂટશે અધિકારીઓનો પસીનો, ક્રાઈમબ્રાન્ચ મેદાને

ગેરકાયદેસર ચિકન મટન શોપ પર તવાઈ:ગેરકાયદે ચાલતી મટનની દુકાનો બંધ કરવા હાઇકોર્ટે આદેશ આપતા જ પાલિકાએ શહેરના યાકુતપુરા, મોગલવાડા, બાવામાનપુરા અને કાલુપુરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને મટનની 22 દુકાનો સીલ અને 17ને બંધ કરાવી હતી. ગેરકાયદે કતલખાના અને મટનની દુકાનો હાઇકોર્ટના આદેશને પગલે દૂર થઇ હતી. ધણા સમયથી ચાલતી હોવા છતાં પાલીકાએ આંખ આડા કાન કર્યા હોવાનું તેની જ કાર્યવાહીથી સાબિત થયું છે. સરકારને આપેલા આદેશ મુજબ વડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કાલુપુરા, યાકુતપુરા, વાડી મોગલવાડા અને પાણીગેટ બાવામાનપુરા ખાતે કાર્યવાહી કરી હતી. બાવામાનપુરા ખાતે પાલિકાની ટીમ પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું.

પોલીસની ટીમ સાથે રાખી કાર્યવાહી:ગેરકાયદેસર ચિકન મટન શોપ બંધ કરાવવા જતા વાતાવરણ તંગ થતા પોલીસે સમગ્ર મામલો સાંભળ્યો હતો. ટીમે લાયસન્સ ન ધરાવતી, રિન્યુઅલ બાકી હોય તેવી કાલુપુરામાં 2, યાકુતપુરામાં 8, મોગલવાડામાં 8, બાવામાનપુરામાં 4 તથા ફતેગંજ, છાણી, છાણી જકાતનાકા, નિઝામપુરા અને પેન્શનપુરા મળી 22 દુકાનોને સીલ કરી હતી. સફાઈનો અભાવ જોવા મળતા 17 દુકાનોને બંધ કરાવી હતી. પાલિકાએ ગત શુક્રવારે ડભોઇ રોડ અને પ્રતાપનગર વિસ્તારમાંથી ગેરકાયદે 6 દુકાનો સીલ કરી હતી. ગઈ કાલે પણ શહેરના ગોરવા મધુનગર અને ઊંડેરા વિસ્તારમાં 15 દુકાનોને સીલ કરી છ દુકાનોને બંધ કરાવી હતી.

વધુ શોપ ગેરકાયદેસર:વડોદરા મહાનગરપાલિકાના ચોપડે મટનની 70 શોપ નોંધાયેલી છે. ચિકનની 170 થી વધુ દુકાનો હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે. આ બાબતે પાલિકા દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. જેટલી પણ ગેરકાયદેસર દુકાનો ચાલતી હશે તેને બંધ કરવામાં અને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલમાં પણ શહેરમાં રખડતા ઢોર અને ગેરકાયદેસર ઢોરવાળા સહિત ચિકન મટન શોપ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details