વડોદરમાં વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. જેના પગલે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક વધતા નદીમાંં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 6 દરવાજા ખોલતા 19,423 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.
વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ.. - gujarati news
વડોદરા: મેઘરાજાની વધુ પડતી મહેરબાનીએ વડોદરા શહેરને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે ફરી મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. ત્યારે દેવ ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી વડોદરા જિલ્લાના કાંઠા પર વસેલા ગામોને સાવધાન કરાયા છે.
વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડતા કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ..
ભારે વરસાદને કારણે દેવના અને ઢાઢરના કાંઠે ગામોને સાવધાન કરાયા છે. વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને વડોદરાના ગ્રામ તાલુકાઓના વહીવટી તંત્રો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને નદી કાંઠે ન જવા, પશુઓ નદીપટમાં ન લઇ જવા તેમજ નદીપટમાં રોકાણ ન કરવા જેવી અગમચેતીઓ પાળવા જણાવવામાં આવ્યું છે.