વડોદરાઃ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Vadodara Corporation)દ્વારા ચાલુ વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારાઓ માટે વેરા યોજના અમલમાં મૂકવામાં (Advance Tax Collection Scheme)આવી હતી. જેમાં પ્રથમ મહિનામાં જ 103.15 કરોડનો માતબર વેરાની આવક થઈ હતી. જ્યારે આગામી સમયમાં કુલ 250 કરોડ વેરા વસુલાતનો ટાર્ગેટ લઈને સત્તાધીશો ચાલી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશનને એડવાન્સ ટેક્સ વસૂલાત યોજના આ પણ વાંચોઃખખડધજ રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી, કોર્પોરેટર્સનું ઇન્વેસ્ટીગેશન
કોર્પોરેશનને 1.15 કરોડ વેરા વસુલાત -વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2022-23 માં એડવાન્સ વેરો ભરનાર કરદાતાઓ માટે વિશેષ વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જુલાઈ માસમાં રેહેણાંક વિસ્તારના કરદાતાઓ માટે 10 ટકા તેમજ કોમર્શિયલ મિલકત ધારકો માટે 7 ટકા વેરા વળતરની જાહેરાત કરવામાં આવી હતી.આ યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જેના ભાગરૂપે જૂલાઈ માસના અંતે કોર્પોરેશનને 1.15 કરોડ વેરા વસુલાત થઈ હતી.
આ પણ વાંચોઃIncrease in dog bite cases : કુતરાના ખસીકરણ માટેનો 6 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ ગયો ક્યાં? જૂઓ ચોંકાવતી હકીકત
યોજના સફળ બની -ઓગસ્ટ માસમાં રહેણાંક વિસ્તારના કરદાતાઓ માટે સાત ટકા અને કોમર્શિયલ મિલકત માટે પાંચ ટકા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનને આશા છે કે બન્ને માસ મળીને કોર્પોરેશનને અંદાજે અઢીસો કરોડની આવક થશે. આ પ્રકારની યોજનાથી આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાને ખૂબ પ્રતિસાદ મળવાથી યોજના સફળ બની રહી છે.