વડોદડા : શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક અરજદારની અરજી પર ગ્રાહક સુરક્ષા અદાલતે મેડીક્લેમ ઇન્સ્યોરન્સ ક્લેમના ચુકાદો આપ્યો હતો. મેડિક્લેમના દાવા માટે કોઈપણ વ્યક્તિએ 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી. આ અરજદારના દાવાને મેડીકલેમ કંપની લાયક ન ગણતા આખરે અરજદારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગ્રાહક સુરક્ષા અદાલતે આ અરજદારને વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવાનો હુકમ જારી કર્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ચુકાદામાં અરજદારનું તાજેતરમાં જ અવસાન થયું છે.
કોર્ટે શું કહ્યું અને આદેશ કર્યા :ગ્રાહક સુરક્ષા અદાલતમાં થયેલા આ ફરિયાદમાં અરજદાર શહેરના ગોત્રી રોડ પર આવેલ માનવ પાર્ક સોસાયટીમાં રમેશચંદ્ર જોષી અને તેમની પત્ની જ્યોત્સનાબેન સાથે રહેતા હતા. તેમની પત્નીને ડોમેટોમાયોસાઈટીસની બીમારીથી પીડાતા હતા. 24 અને 25 નવેમ્બર 2016 દરમિયાન અમદાવાદની લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી. સારવારના 20 દિવસ બાદ જ્યોત્સનાબેનનું અવસાન થયું હતું.
વર્ષ 2017માં ફરિયાદ કરી :મૃતક પત્નીના પતિ રમેશચંદ્ર જોષીએ વર્ષ 2014માં નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા માટે 5 લાખ રૂપિયાની હેલ્થ પોલિસી લીધી હતી. જેનું નિયમિતપણે તેઓએ પ્રીમિયમ પણ ભર્યું હતું. પત્નીના અવસાન બાદ રમેશચંદ્ર જોષીએ 2017માં ઇન્સ્યોરન્સ કંપની સામે વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
વીમા કંપનીએ વીમો ન ચૂકવ્યો :ગ્રાહક સુરક્ષામાં થયેલી ફરિયાદમાં ઇન્સ્યોરન્સ કંપનીએ પત્ની જ્યોત્સનાબેન સારવાર દરમિયાન થયેલા રૂપિયા 44,468 ખર્ચનો માટે કરેલા પ્લેનની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. વીમા કંપનીએ તેઓના દાવાને ફગાવી એવી દલીલ કરી હતી કે, પોલીસના નિયમ મુજબ દર્દીને 24 કલાક સુધી દાખલ રાખવામાં આવ્યા ન હતા.