ગુજરાત

gujarat

ETV Bharat / state

પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળામાં વધારો, કોર્પોરેશને હાથ ધર્યો આરોગ્યલક્ષી સર્વે - રોગચાળો

વડોદરાઃ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં તાવ અને દર્દીઓનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લીધે કોર્પોરેશને દ્નારા આરોગ્યલક્ષી સર્વે હાથ ધરાયો છે.

વડોદરા શહેરમાં પુરના પાણી ઓસરીયા બાદ રોગચાળામાં વધારો

By

Published : Aug 9, 2019, 3:06 PM IST

શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ કોર્પોરેશન દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વે શરુ કરવામાં આવ્યો છે. એક સપ્તાહથી આ કામગીરી દરમિયાન 3,27,134 લોકોનો સર્વે કર્યો હતો. જેમાં 3439 દર્દીઓ જણાઇ આવ્યા હતા.

વડોદરા શહેરમાં પુરના પાણી ઓસરીયા બાદ રોગચાળામાં વધારો

મળતી માહિતી મુજબ પૂર અને વરસાદ બાદ રોગચાળાનો માહોલ વચ્ચે ફરી વરસાદ શરુ થતા સીઝનલ બીમારીનું પ્રમાણ વધી જશે. ખાસ તો શરદી, ખાસી, તાવ, ઝાડા અને ઝાડા, ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ ડહોળા પાણીને કારણે પણ રોગચાળાની દહેશત વધી ગઇ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ડહોળુ મળી રહ્યું છે. જેના પગલે ઘરે ઘરે રોગચાળો જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં પુરના પાણી ઓસરીયા બાદ રોગચાળામાં વધારો
આજ સાંજ સુધીમાં 19,16,378 લોકોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. જેમાંથી ઝાડાના કુલ 4384, ઝાડાઉલ્ટીના 448, મરડાના 84,શરદી - ખાંસીના 20737, તાવના 9615 કેસ નોધાયા હતા. આ સિવાય ઘરે ઘરે જઇને દવા આપવાની તેમજ પાણીમાં છંટકાવની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. જેથી રોગચાળા પર નિયંત્રણ મેળવી શકાય.

ABOUT THE AUTHOR

...view details