ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: ચોમાસાની પૂર્વ તૈયારીના સંદર્ભમાં જિલ્લા કલેકટરે જરૂરી કામગીરી અંગે સુચના આપી - વડોદરા જિલ્લા કલેક્ટર

કોરોના મહામારી વચ્ચે આપણે એ ન ભુલવું જોઇએ કે, હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે આ સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા મહાનગર પાલિકા,જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી.,સિંચાઇ સહિતના વિવિધ વિભાગો સાથે પ્રાથમિક પરામર્શ બેઠક યોજી હતી.

Etv Bharat, Gujarati News, Vadodara Collector hold meeting regarding pre-monsoon preparations
Vadodara Collector hold meeting regarding pre-monsoon preparations

By

Published : May 17, 2020, 2:17 PM IST

વડોદરાઃ ચોમાસું નજીકમાં છે તેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી., સિંચાઇ સહિતના વિવિધ વિભાગો સાથે પ્રાથમિક પરામર્શ બેઠક યોજી હતી.

વડોદરા ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભમાં જિલ્લા કલેકટરની બેઠક

ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભમાં તકેદારી અને અગમચેતી સાથે જરૂરી સુવિધા સહિત તમામ સુસજ્જતા કેળવવા અને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂરી કરી લેવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને નહેરો અને કાંસોની સાફ-સફાઈ, રસ્તા અને પાણીના માર્ગો પર ચોમાસામાં બાધક બને તેવા ઝાડી ઝાંખરા અને અવરોધોનું નિવારણ, તળાવો અને પાળાઓની મજબૂતી જેવા જરૂરી કામો અગ્રતા ક્રમે કરવા જણાવ્યું હતું. કાંસની સફાઈ યોગ્ય રીતે થાય અને મોનીટરીંગ કરવા ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત રસ્તાઓના ખાડા પૂરવા અને જરૂરી દુરસ્તી કરવી, વીજ કંપનીઓ દ્વારા વીજ લાઇનોની જરૂરી દુરસ્તી કરવી જેવી બાબતોની ચર્ચા કરી, યોગ્ય પૂર્વ તૈયારીઓનું વિગતવાર7 માર્ગદર્શન તેમણે આપ્યું હતું. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન, ગટરો, નાળા, નહેરો, વોટર બોડી અને નદી કિનારાની સફાઈ અને માળખાઓની દુરસ્તી અને સુધારણા કરવાની સૂચના આપવાની સાથે સિંચાઇ વિભાગને કાંસની સફાઈ યોગ્ય રીતે થાય એનું મોનીટરીંગ કરવા અને ભૂખી તેમજ રંગાઈના કાંસોની સફાઈ કરાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details