ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત - Vadodara News CM Patel

વડોદરા શહેરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 50 કરોડના 6 વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ જુદા જુદા પ્રોજેક્ટથી વડોદરાવાસીઓના સુખ સુવિધાઓમાં નોંધાપાત્ર વધારો થશે.

Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

By

Published : Jun 30, 2023, 7:29 AM IST

વડોદરા:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એકદિવસીય વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સાંજના સમયે તેઓનો કાફલો વડોદરા એરપોર્ટથી સીધો એસએસજી હોસ્પિટલમાં આવી પોહચ્યો હતો. હોસ્પિટલમાં 9.37 કરોડના રાજ્ય સરકારના ખર્ચે MRIની સુવિધાનું લોકાર્પણ કર્યા બાદ અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે પોહચી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યાકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

સુવિધાઓ વધશેઃમુખ્યપ્રધાન વડોદરા ખાતે પોહચી સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અદ્યતન MRI મશીનનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં 9.37 કરોડની કિંમતના MRI મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ મશીન દ્વારા અકસ્માત અથવા અન્ય રોગમાં MRIની જરૂર વાળા દર્દીઓને બહાર કરતા એકદમ નહીવત્ દરે રિપોર્ટ કાઢી આપવામાં આવશે. જે ખૂબ મદદરૂપ પુરવાર થશે. અદ્યતન મશીનમાં માથાથી લઈ પગના અંગૂઠા સુધીનું MRI કરવામાં આવશે. આ સુવિધાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થશે. ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકોને મફતમાં સારવાર આપવામાં આવશે.

Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

મોટી ભેટ મળશેઃવડોદરા શહેરના નાગરિકોની સુવિધા તથા સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે મુખ્યપ્રધાનના હસ્તે સયાજીનગર ગૃહ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 243 કરોડના 17 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને રૂપિયા 50 કરોડના 6 વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કરાયેલ કામોમાં કાંસ, પંપ હાઉસ, ડ્રેનેજ નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના આવાસો, વરસાદી ગટરનું કામ, પાણીની નળીકાનું કામ, રસ્તાના રીસર્ફેસીંગના કામ સહિતના વિકાસના વિવિધ કામોનો સમાવેશ થાય છે.

Vadodara News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 243 કરોડના 17 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

લોકાર્પણ કર્યુંઃ જ્યારે લોકાર્પણ કરાયેલ વિકાસકાર્યોમાં કિશનવાડી ખાતે નવીન અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ ઉપરાંત શહેરના નાગરિકો સંબંધિત ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના કામ, હરણી તેમજ દરજીપુરા વિસ્તારમાં પાણી વિતરણ નળિકાના નેટવર્કનું લોકાર્પણ (ફેઝ-1), વેમાલી ખાતે 13 એમ. એલ.ડી.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સુશેન સર્કલથી જાંબુઆ ટાંકી સુધી એમ.એસ.ફીડર લાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સાંસદ રંજન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડીયા, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ચૈતન્યસિંહ ઝાલા, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી
  2. Rain News : બફારા અને ઉકળાટ બાદ મેધરાજાએ એન્ટ્રી કરતા વડોદરાના લોકોએ ઠંડકનો હાશકારો અનુભવ્યો

ABOUT THE AUTHOR

...view details