વડોદરા શહેરના નવાપુરા ડોંગરેજી મહારાજ સ્કૂલ પાસે દ્વારકેશ કુંજ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું દુષિત પાણી આવતા સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે કોર્પોરેશનમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.
વડોદરા શહેરમાં દૂષિત પાણીનો પ્રશ્ન યથાવત, સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી - વડોદરા શહેરના નવાપુરા
વડોદરા: શહેરમાં દૂષિત પાણીની પ્રશ્ન હજુ પણ યથાવત છે. છેલ્લા એક મહિનાથી કાળા રંગનું દુષિત ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા સ્થાનિક રહીશોએ દુષિત પાણીની બોટલો સાથે તંત્ર સામે નારાજગી દર્શાવી છે.
વડોદરા શહેરમાં દૂષિત પાણીની પ્રશ્ન હજુ પણ યથાવત
છેલ્લા 1 મહિનાથી તો જીવાત વાળું કાળા રંગનું અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા સ્થાનિક રહીશો તંત્રના પાપે નર્કાગાર ભર્યું જીવન ગુજારવા મજબુર બન્યા છે. ઘરે ઘરે લોકો બીમારીમાં સપડાયા છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર બાળુંભાઈ સુરવે દ્વારા મેયર,અને મ્યુનિસિપલ કમિશ્નરને અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાના નિરાકરણ અર્થે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. મંગળવારના રોજ સ્થાનિક રહીશોએ દુષિત પાણીની બોટલો સાથે દેખાવો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.