ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં શહેરમાં પ્લાસ્ટિક યુનિટો પર દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નાશ - latest news of baroda

વડોદરાઃ સરકારના સિંગલ હેન્ડ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણયને લઈને વડોદરામાં પણ કોર્પોરેશન દ્વારા દુકાનોમાં સિંગલ હેન્ડ પ્લાસ્ટિકના ઉપયોગને લઇને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નાશ કરાયો હતો.

vadodara

By

Published : Sep 25, 2019, 7:19 PM IST

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં વોર્ડ નંબર-૯ સેનેટરી વિભાગની ટીમ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે દુકાનોમાંથી પ્લાસ્ટિક મળી આવે તેમને નોટિસ આપી દંડ પણ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો, ત્યારે લોકોએ પણ આ પ્રકારનો દંડ ભર્યા બાદ આગળથી આ પ્રકારના પ્લાસ્ટિક ઉપયોગમાં નહીં લેવા માટેની વાત સ્વીકારી હતી.

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક યુનિટો પર દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નાશ કરાયો

વડોદરા કોર્પોરેશનના અલગ અલગ વોર્ડ ટીમ દ્વારા જે પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે જે દુકાનોમાંથી પ્લાસ્ટિક મળી આવ્યું તેનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન કોઇપણ સમયે આ પ્રકારનું ચેકિંગ કરાશે અને સિંગલ હેન્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ થાય તે માટેની કાર્યવાહી કરાશે.

ABOUT THE AUTHOR

...view details