ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેર કોંગ્રેસે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી - શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ

વડોદરા શહેર કોંગ્રેસે આજે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈ કરવામાં આવી રહેલી કામગીરી માટે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટનું અભિવાદન કર્યું હતું. અને આવેદનપત્ર પાઠવી કોરોના અંગેની કામગીરીની માહિતી માગી હતી.

વડોદરા શહેર કોંગ્રેસે આજે સયાજી હોસ્પિટલ ની મુલાકાત લીધી
વડોદરા શહેર કોંગ્રેસે આજે સયાજી હોસ્પિટલ ની મુલાકાત લીધી

By

Published : May 25, 2020, 8:51 PM IST

વડોદરાઃ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહીત કોંગ્રેસના ડોકટર સેલે સયાજી હોસ્પિટલ ખાતે સુપ્રીટેન્ડન્ટ ડો.રાજીવ દેવેશ્વરને પુષ્પ માળા પહેરાવીને કામગીરી માટે અભિવાદન કર્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસે આજે સયાજી હોસ્પિટલ ની મુલાકાત લીધી

કોંગ્રેસના અગ્રણીઓએ કોરોનાની કામગીરી અંગેની વિગતો માગી હતી. વેન્ટિલેટર તેમજ બેડ સહિતની સુવિધા અંગે માહિતી માગવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના ટેસ્ટ કરવા આવેલા શંકાસ્પદ દર્દીઓને જે બિલ્ડીંગમાં રાખવામાં આવે છે. તે બિલ્ડિંગના નીચેના માળે બાળકો માટેનું આઈ.સી.યુ આવેલું છે. ત્યારે સુરક્ષા અંગેના પણ સવાલો કરવામાં આવ્યા હતા. અને આવેદનપત્ર આપી આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વર દ્વારા આપવામાં આવેલા જવાબો સંતોષકારક ન હોવાનું કોંગ્રેસના અગ્રણીઓએ કહ્યું હતું અને ગુજરાત સરકાર દ્વારા આ અંગેની કાર્યવાહી કરી વધુ તકેદારી રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details