વડોદરાવડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પર ભાજપના ચૂંટણી નિરીક્ષકો શંકર ચૌધરી, જનક પટેલ અને ડો વીણાબેન પ્રજાપતિએ સતત 2 દિવસ સુધી દાવેદારોની સેન્સ લીધી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કલાકો સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process )માં 5 બેઠક પર 232 દાવેદારોએ ચૂંટણી લડવા ( Gujarat Assembly Election 2022 ) ઈચ્છા વ્યક્ત કરી છે. દાવેદારોનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાજપની સામે હવે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તેને લઈ મૂંઝવણ ઊભી થઈ છે. કારણ કે 232 દાવેદારોમાંથી માત્ર 5 દાવેદારોને જ ટિકિટ આપવામાં આવશે. તેવામાં બાકીના લોકો નારાજ થઈ પક્ષને ડેમેજ ન કરે તે ભાજપ માટે પડકાર બની રહેશે.
આસાન જીતને લઇ મોટી દાવેદારી1995થી ભાજપના જ ઉમેદવારો જીતે છે જેને લઈ ( BJP Sense Process ) ભાજપમાં દરેક કાર્યકર અને હોદ્દેદારોને વિધાનસભા ચૂંટણી લડવી હોય તેમ લાગે છે. વડોદરા શહેરની 5 બેઠક પર જેમણે ટિકીટ માંગી તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, કેબિનેટપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પ્રધાન મનીષા વકીલ, મેયર કેયૂર રોકડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ સહપ્રવકતા ભરત ડાંગર, ધારાસભ્ય યોગેશ પટેલના છે. શહેરની 5 વિધાનસભા બેઠક પર દાવેદારોમાં મુખ્ય ચહેરાની વાત કરીએ.
વડોદરા શહેરની 5 બેઠકો પર દાવેદારોમાં મુખ્ય ચહેરા232 દાવેદારોમાં ખાસ કહી શકાય એવા ( BJP Sense Process )નામ જોઇએ તો પહેલાં સયાજીગંજ બેઠક જોઇએ. અહીં 61 દાવેદાર નોંધાયા છે. જેમાં વડોદરા મેયર કેયૂર રોકડીયા ઉપરાંત ભરત ડાંગર પ્રદેશ સહપ્રવકતા, જીગર ઈનામદાર સિન્ડિકેટ સભ્ય એમએસ યુનિ., રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા, પરાક્રમસિંહ જાડેજા કોર્પોરેટર અને વડોદરા જિલ્લા પ્રભારી ભાજપ, વિષ્ણુ પ્રજાપતિ ભાજપ નેતા, જીતેન્દ્ર પટેલ લાલાભાઈ પૂર્વ કોર્પોરેટર અને શહેર મંત્રી ભાજપ મુખ્ય છે.
અકોટા બેઠક પર દાવેદારી કરવામાં 38 નામ છે. જેમાં મુખ્યત્વે સીમા મોહીલે ધારાસભ્ય, ડો. જિગીષા શેઠ પૂર્વ મેયર, ડો વિજય શાહ શહેર ભાજપ પ્રમુખ વડોદરા, અતુલ પટેલ ચેરમેન બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક, નીતિન દોંગા કોર્પોરેટર.