ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી - Non food vendor in Vadodara

વડોદરા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાના આક્ષેપ સામે આવ્યા છે. શહેરમાં દરરોજ અન્ય રાજ્યમાંથી કોઈપણ ચેકિંગ વગર 7 હજાર કિલો પનીર આવી રહ્યું છે. ભેળસેળવાળું પનીર અને અન્ય ભેળસેળ યુક્ત ખોરાક રાખનાર સામે કાર્યવાહીને મામલે આજે મીટીંગ મળી હતી.

Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી
Vadodara News : વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે, વિક્રેતાઓ સામે કાર્યવાહી

By

Published : Jun 7, 2023, 5:56 PM IST

વડોદરામાં રોજ ચેકિંગ વગર અન્ય રાજ્યમાંથી 7 હજાર કિલો પનીર આવે છે

વડોદરા : છેલ્લા કેટલાય સમયથી શહેરમાં ભેળસેળ યુક્ત ખોરાક રાખનાર સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં આરોગ્ય સાથે ચેડાં થતા હોય અને રોજ શહેરમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વહેલી સવારે 7 હજાર કિલો ભેળસેળવાળું પનીર આવતું હોવાનો આક્ષેપ વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશને કર્યો છે. આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

MLAની ચીમકી, રજૂઆત સરકાર સુધી :વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશને પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયાને આ અંગે રજૂઆત કરી હતી અને કેયુર રોકિડાયએ પણ ભેળસેળવાળું પનીર વેચતા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું હતું કે, શહેરની બહાર આવતા ભેળસેળવાળા પનીરના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરીશું. વડોદરા શહેરમાં આવુ પનીર મળશે, તો તેની સામે કાર્યવાહી કરીશું. આ મામલે પનીર વિક્રેતાઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડીશ. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અખાદ્ધ વિક્રેતાઓ સામે કાયદામાં ફેરફાર :વડોદરા શહેર જિલ્લામાં રોજનો 10 હજાર કિલો જેટલું પનીરનો વપરાશ થતો હોય છે. જેમાં 50 ટકાથી વધુ પનીર રાજ્યની બહારથી આવી રહ્યું છે. તેમાં અખાદ્ય પદાર્થનો જથ્થો વધુ આવતું હોય છે. જેના કારણે શહેરના હિઝીન પર નુકસાન થઈ રહ્યું છે સાથે ઉત્પાદકોને પણ નુકસાન થઈ રહ્યું છે. અખાદ્ધ પનીર શહેર કે બહારનું ખરાબ હશે તો આ બાબતે સરકારમાં પણ રજૂઆત પણ કરીશ. ભેળસેળીયાઓ સામે પગલાં લેવાય તે માટે કાયદામાં ફેરફાર કરી કાર્યવાહી થાય તેવો પ્રયાસ કરીશું અને લોકોના આરોગ્યમાં ફાયદો થાય તેવા પ્રયાસો કરીશું.

વડોદરાના બહારથી ભેળસેળવાળુ પનીર આવી રહ્યું છે. તેને રોકવા માટે અમે મીટીંગ બોલાવી છે. શહેરમાં રોજના 10 હજાર કિલો પનીરનું વેચાણ થાય છે, જેમાંથી 7 હજાર કિલો પનીર વડોદરાની બહારથી આવે છે. રોજ વહેલી સવારે પનીર શહેરમાં આવે છે. જે કોઈપણ પ્રકારના ચેકિંગ વગર જ હોટલ -કેટરીંગમાં વપરાય છે. પનીર રોજ બસ અને ટ્રેન દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાંથી વડોદરા શહેરમાં આવે છે. જેનું કોઇ પણ જાતનું ચેકિંગ થતું નથી. - પ્રીતિ ઉન્નીથા (ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન)

પામ ઓઇલ અને કેમિકલ વાપરવામાં આવે છે :વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, FSSI પ્રમાણે દૂધમાંથી જ પનીર બનવુ જોઇએ. જેમાં લો ફેટ જે દોઢ ફેટનું હોય, મીડિયમ ફેટ જે 3 ફેટનું હોય છે અને મલાઇ પનીર એ 5 ફેટનું હોય છે. મલાઇ પનીર હોટલવાળા અફોર્ડ પરી શકતા નથી. શહેરમાં જે નમૂનાઓ ફેલ આવ્યા છે. જેમાં કોઇ ભેળસેળવાળુ પનીર નહોતું. એમાં મીડિયમ ફેટ પનીરના કારણે નમૂનાઓ ફેલ કરવામાં આવ્યા હતા. વડોદરામાં જે પનીર બને છે, તે પ્યોર હોય છે. વડોદરાની બહારથી જે પનીર આવે છે તે ભેળસેળવાળું હોય છે. તેમાં દૂધ હોતુ જ નથી, તેમાં કેમિકલ વાપરવામાં આવે છે. આ ઉપરાંત પામ ઓઈલ વાપરવામાં આવે છે. જે હેલ્થ માટે હાનિકારક છે.

  1. Surat News : સુરતમાં પનીર બનાવવા માટે એનિમલ ઓઇલ સહિત અન્ય ઓઇલ વાપર્યું, 240 કિલો ભેળસેળયુક્ત પનીરનો નાશ
  2. Surat News : આઇસ ડિશ બરફગોલા કે આઈસક્રીમ, કેવી ભેળસેળ થઇ હતી એ હવે ખબર પડી
  3. Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details